મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 28 ઑગસ્ટ 2015 (13:02 IST)

હાર્દિકને પડકાર આપશે આ તિકડી... જાણો કોણ છે એ ?

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ છેલ્લા બે મહિનામાં જ જીરોથી હીરો બની ગયા છે. 
 
ગુજરાતમાં એક વિવાદસ્પદ નેતાની જેમ ઉભરી રહેલ 22 વર્ષના હાર્દિક પટેલની અનામત રેલીમાં જ્યા હજારોની સંખ્યામાં ભીડ એકત્ર થઈ બીજી બાજુ ત્રણ ચેહરા એવા પણ છે જે આ આંદોલન વિરુદ્ધ પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે. તેમાથી એક તો તેમના આંદોલનમાં સાથી રહ્યા છે. 
 
લાલજી આંદોલનની શરૂઆતથી જ હાર્દિક પટેલની સાથે હતા.  સરદાર પટેલ સમુહના સભ્ય રહી ચુકેલ લાલજી ઉત્તરી ગુજરાતમાં મજબૂત મનાતા પટેલ સમુદાયનુ પ્રતિનિધિત્વ પણ કરે છે. આ સમુહે પાટીદાર અનામત આંદોલનની આગેવાની કરી હતી. પણ 15 દિવસ પહેલા જ એક ઑડિયો આવ્યો જેમા લાલજી હાર્દિક પટેલની આલોચના કરતા સાંભળી શકાય છે. 
 
મંગળવારે અમદાવાદમાં થયેલ મોટી રેલીમાં લાલજીને મંચ પર ન બોલાવતા તેમના સમર્થકોમાં ખાસ્સો રોષ જોવા મળ્યો હતો. 
 
અમદાવાદમાં થયેલ રેલી તરત બાદ લાલજીએ કહ્યુ, "હડતાલ પર બેસવાનો નિર્ણય અને મુખ્યમંત્રી આનંદીબેનને જ્ઞાપન લેવા માટે મંચ પર બોલાવવાનો નિર્ણય હાર્દિક પટેલે પોતે લીધો હતો અને તેમા કોઈની સલાહ લેવામાં આવી નહોતી. " 
 
કેટલાક લોકોનુ માનવુ છે કે હારિદ્ક પટેલની રેલી ફ્લોપ રહી કારણ કે તેઓ પટેલ સમુહના બધા લોકોને એક સાથે ન લાવી શકે અને આ રેલી વન મેન શો જેવી લાગશે. 
 
હાર્દિકના મુખ્યમંત્રી આનંદી પટેલને 48 કલાકનું અલ્ટીમેટમ આપવા પર લાલજીએ નારાજગી પણ બતાવી. હાર્દિકની ધરપકડ લેવાના થોડીવાર પછી તેમને છોડી દેવામાં અવ્યા. તેમના સમર્થકોએ લાલજીના ઓફિસ પર હુમલો કર્યો હતો. 
 
ગુજરાતમાં 145 જાતિયો અન્ય પછાત જાતિયો હેઠળ આવે છે. તેમાથી અનેક જાતિયોના લોકો પટેલ આંદોલનનો વિરોધ કરી ચુક્યા છે. 
 
અન્ય પછાત જાતિ એકતા મંચના સભ્ય અલ્પેશ ઠાકુરે રવિવારે પટેલ આંદોલનના વિરોધમાં રેલી કરી.  અલ્પેશ ઠાકુરનુ એવુ કહેવુ હતુકે હાર્દિક પટેલ દાવો કરે છેકે તેમને 52 પાટીદારોનુ સમર્થન મળ્યુ છે. હવાઈ કિલ્લા બનાવી રહ્યા છે. 
 
તેઓ એક રાજનીતિક આંદોલન ચલાવી રહ્યા છે. જે ગુજરાતમાં આર્થિક અને સામાજીક રૂપે પછાત જાતિઓના વિકાસના નારાની સાથે ઉભો કરવામાં અવ્યો છે અને એવુ કહેવાય રહ્યુ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આ લોકો માટે કશુ બદલાયુ નથી. 
 
ઠાકુરનુ કહેવુ છેકે પટેલને રાજનીતિક સમર્થન મળી રહ્યુ છે. નહી તો તેઓ પોતાની રેલીમાં આટલા લોકોની ભીડ જમા કરી શક્યા ન હોત. હવે સવાલ લોકો એ પૂછી રહ્યા છે કે આ આંદોલન પાછળથી કોણ ચલાવી રહ્યુ છે. 
 
ગુજરાતના આરટીઆઈના કાર્યકતા મૌલિક શ્રીમળી ટીવી ચેનલો પર થનારી ચર્ચામાં હાર્દિકના વિરોધમાં બોલતા જોવા મળે છે.  મૌલિક શ્રીમાળીનુ કહેવુ છે કે  તેને અનામત જોઈએ તો અમે એ જાતિયોની કલ્પના કરી શકીએ છીએ જે ઓબીસીમાં આવે છે. પાટીદાર આંદોલન એક ખોટા મુદ્દા પર થઈ રહ્યુ છે અને સરકારે તેને શરૂ થતા જ ખતમ કરી દેવુ જોઈતુ હતુ. 
 
શ્રીમળી મુજબ જ્યરે નેશનલ કમીશનોફ ઈંડિયાએ વર્ષ 2008માં ગુજરાતના સમુદાયોને પુછ્યુ કે કોણે અનામત જોઈએ તો એક પણ પાટીદાર નેતા દિલ્હી ગયો નહોતો. અને હવે અચાનક આ આંદોલન અને શક્તિ પ્રદર્શન થઈ રહ્યુ છે. જે ભારતની લોકતાંત્રિક પ્રણાલી માટે યોગ્ય નથી.