શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: લખનૌ. , શનિવાર, 29 નવેમ્બર 2014 (12:19 IST)

હિમંત હોય તો તાજમહેલમાં નમાજ અદા કરી બતાવે આઝમ ખાન

અખિલેશ સરાકરના વિકાસ મંત્રી આઝમ ખાન દ્વારા તાજમહેલને વક્ફ સંપત્તિ જાહેર કરવાની માંગ પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ ડો. લક્ષ્મીકાંત વાજપેયીએ તેમને એક પડકાર આપ્યો. તેમણે કહ્યુ છે કે આઝમમાં હિમંત હોય તો તે તાજમહેલમા પાંચ સમયની નમાજ કરાવી બતાવે. વાજપેયીએ આઝમ પર આરોપ લગાવ્યો છે કે તેઓ વક્ફ સંપત્તિઓને સાચવી નથી શક્તા અને તાજમહેલ માંગી રહ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા આઝમે માંગ કરી હતી કે તાજમહેલને યુપી વક્ફ બોર્ડની સંપત્તિ જાહેર કરી દેવી જોઈએ. આઝમ યુપી વક્ફ બોર્ડના પણ મંત્રી છે. આઝમે આ વત 13 નવેમ્બરના રોજ લખનૌમાં વક્ફ બોર્ડના અનેક સભ્યોની હાજરીમાં થયેલ મુસ્લિમ નેતાઓની સાથે બેઠકમાં કહી હતી. 
 
આ બેઠકમાં વર્તમાન લખનૌ ઈદગાહના ઈમામ મૌલાના ખાલિદ રાશિદ ફિરંગીમહેલે માંગ કરી હતી કે તાજમહેલને સંપુર્ણ રીતે મુસલમાનો માટે ખોલી દેવુ જોઈએ અને ત્યા દિવસમાં પાંચ વખત ઈબાદત કરવાની મંજુરી મળવી જોઈએ.