શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :ટોકિયો. , સોમવાર, 1 સપ્ટેમ્બર 2014 (14:04 IST)

હુ ગુજરાતી છુ અને બીઝનેસ મારા લોહીમાં છે - પીએમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વેપાર સમિતિને સંબોધિત કરતા કહ્યુ કે ભારત જાપાન સાથે રિસર્ચમાં પણ સહયોગ કરવા માંગે છે. મોદી કહ્યુકે 100 દિવસમાં અમે પ્રશંસનીય પગલા ઉઠાવ્યા છે અને દેશમાં ગુડ ગવર્નેસ પર જોર આપ્યો છે. અમે જે 100 દિવસમાં નિર્ણય કર્યા તેના પરિણામ દેખાય રહ્યા છે.  તેમણે કહ્યુ કે તેઓ સરકાર અને વેપારીઓ વચ્ચેની તાલમેલને સારી રીતે સમજે છે.  
 
તેમણે કહ્યુ કે મારી પાસેથી  લોકોને વધુ અને ત્વરિત અપેક્ષાઓ છે.  મોદીએ જાપાનને અપીલ કરી કે સ્કિલ ડેવલોપમેંટમાં જાપાન મદદ કરે. તેમણે કહ્યુ કે બજેટમાં ઈંફરાસ્ટ્રકચર પર જોર આપવામાં આવ્યો છે. 
 
મોદીએ દાવો કર્યો કે અમારા પગલાની અસર જોવા મળશે. મોદી કહ્યુ કે પીએમઓમાં એક જાપાન પ્લસ ટીમ હશે જે જાપાન સાથે જોડાયેલ મુદ્દાને જોશે. મોદીએ કહ્યુ કે હુ ગુજરાતી છુ અને બીઝનેસ તેમજ પૈસો મારા લોહીમાં છે.   



વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.