ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|

હેંકર્સ તમારા પૈસા ગાયબ કરી શકે છે

જો તમે ઈંટરનેટ બેંકિગ કરતા હોય તો ચેતીને રહેજો, કોમ્પ્યુટર હેંકર ક્યારેય પણ તમારા બેંક ખાતામાંથી પૈસા ગાયબ કરી સકે છે.

ઈંટરનેટ બેંકિગના ઘાયલોની સંખ્યા વધતી જઈ રહી છે. થોડા દિવસો પહેલા નોએડામાં એક ટોળાને પકડવામાં આવ્યું છે. આ પહેલા ભેલ (બીએચઈએલ)ના ડોક્ટર બીએસ અનંતના 2 લાખ 37 હજાર 457 રૂપિયા હેંકર્સે ગાયબ કરી દીધા.

રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર નોએડાના સેક્ટર-17માં કાર્યરત ડો. અનંતે આ સંબંધે પોતાની બેંક એચડીએફસીમાં ફરિયાદ નોંધાવી છે અને નોએડાના સેક્ટર-20ના પોલીસ મથકે પણ રિપોર્ટ લખાવી છે. એચડીએફસીમાં નોંધાયેલ ફરિયદ નંબર પી. 30580102 છે.

તેમણે જણાવ્યુ કે 29 ઓક્ટોબરના રોજ તેમને જાણ થઈ કે તેમના બેંકમાંથી ગેરકાયદેસર રીતે પૈસા રેડિફ ડોટ.કોમમાં હસ્તાંરિત થઈ ગયા છે, જ્યારે કે મેં બેંક કે રેડિફ ડોટ કોમને ક્યારેય પણ આ માટે હસ્તાંરિત કર્યા નથી.