શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

હોટલ તાજ આતંકવાદીઓથી મુક્ત

PTIPTI

મુંબઈનો તાજ ગણાતી નામચીન હોટલ તાજને સેનાના જવાનોએ બે દિવસ ઝઝૂમ્યા બાદ આતંકવાદીઓથી મુક્ત કરાવી હતી. અને બંધકોને છોડાવ્યા હતા.

દેશના જવાનોએ તેમના જીવ જોખમાં નાખીને હોટલ તાજ ઉપર કબ્જો જમાવીને બેઠેલા આતંકવાદીઓને આખરે મોતને ઘાટ ઉતારી દીધા. જોકે આતંકવાદીઓના બંધક બનેલા પાંચથી છ લોકોના જીવ સેના બચાવી શકી નહી જેનું સેનાએ દુ:ખ વ્યક્ત કર્યુ હતું.

આ આતંકવાદીઓને એનએસજીના જવાનો અને એટીએસ, મુંબઈ પોલીસ વગેરે દ્વારા આ મીશન પૂર્ણ કરવામાં આવ્યુ હતું. આ મીશનમાં બે દિવસ એટલા માટે લાગ્યા કે આતંકવાદીઓએ અસંખ્ય લોકોને બંધક બનાવ્યા હતાં. તથા તેમની પાસે ભારે માત્રા હથિયારો અને વિસ્ફોટક સામગ્રી હતી.

આજે સવારે બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો હતો. અચાનક 8 વાગે તાજમાં આગ લાગી ગઈ હતી. અને ગોળીબારની ગતિમાં વધારો થયો. તે જ દરમિયાન તાજ હોટલની એક બારીમાંથી એક વ્યક્તિ બહાર પડી. જેના થોળા સમય બાદ જવાનોએ તાજને આતંકવાદીઓથી મુક્ત કર્યાની જાહેરાત કરી હતી.

એનએસજીના ડીજી જે,કે દત્તાએ કહ્યુ હતુ કે ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. તેમણે આતંકવાદીયોની સંખ્યા જણાવવાનો ઈનકાર કર્યો હતો. જે કે દત્તાએ કહ્યું કે બારીમાંથી નીચે પડેલ વ્યક્તી આતંકવાદી જ હતો.