ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 29 નવેમ્બર 2014 (15:02 IST)

હ્યુજીસના અકાળે અવસાનના કારણે ભારત ઓસ્ટ્રિલિયાની પહેલી ટેસ્ટ મેચ રદ થઈ

સિડની ઓસ્ટ્રિલ્યાના ખેલાડી ફિલિપ હ્યુજીસના ક્રિકેટ મેદાન પર ગંભીર રીતે ઘાયલ થયા બાદ થયેલા નિધન બાદ સમગ્ર ક્રિકેટ જગતમાં શોકનું વાતાવરણ છે. ભારતીય ટીમ એઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ છે અને ફિલિપના મોત પર શોક અને અફસોસ પણ વ્યકત કર્યો છે ક્રિકેટના મેદાન પર બનેલી દુ:ખદ ઘટનાના કારણે ભારત અને ઓસ્ટ્રિલ્યા વચ્ચે બ્રિસબેનમાં 4 ડિસેમબરે ,2014 થી શરૂ થનારી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રદ કરી દેવામાં આવી છે. ઓસ્ટ્રિલ્યાના ખેલાડીઓ વોટ્સન હેડિનનએ આ ઘટનાથી એટલો બધો આઘાત લાગ્યો હતો કે તેઓ પહેલી ટેસ્ટ રમવા તૈયાર નહોતા . આ ઘટના બની ત્યારે ઉઅપરોકત ત્રણેય ખેલાડી ખેલાડીઓ મેદાન પર ઉપસ્થિત હતા. 
 
સિડની ક્રિકેટ ગ્રાંડમાં માથામાં બાઉનસર લાગ્યા બાદ 25 વર્ષીય ક્રિકેટર ફિલિપ હ્યુજીસે બે દિવસ સુધી જીંદગી સામે જંગ ખેલ્યા બાદ આજરોજ હાર માની લીધી હતી અને દુનિયાને અલવિદા કહી દીધી હતી. હ્યુજીસના મોતના સમાચાર આવ્યા બાદ ઘણા પૂર્વ ક્રિકેટરો ભારત અને ઓસ્ટ્રિલ્યા વચ્ચે રમનારી પહેલી ટેસ્ટ રદ કરવાની માંગ કરી હતી. ક્રિકેટ (સીએ) દ્વ્રારા આજે મેચ રદ્દ કરવાની સલાહ જાહેર કરવામાં આવી હતી. 
 
હ્યુજીસને રાષ્ટ્રીય સન્માન આપવામાં આવશે. 
 
પૂર્વ ટેસ્ટ બેટસમેન ડીન્મ જોંસે મેલબોર્ન રેડિયોને જણાવ્યું હતું કે ઓસ્ટ્રિલિયા ટીમનો કોઈપણ ખેલાડી હાલના તબ્બ્કે રમવા માંગતો હોય તેવું મને લાગતું નથી આ કારણે ભારત ઓસ્ટ્રેલિયા અને પ્રવાસી ભારતીય ટીમ વચ્ચે બ્રિસબેનમાં  ચારથી આઠ ડિસેમ્બર દરમિયાન પહેલી ટેસ્ટ રમાનારી હતી. 
 
આ પહેલાં ક્રિકેટ ઓસ્ટ્રિલિયા શૈફીલ્ડ શીલડની બીજા રાઉન્ડ તમામે મેચો રદ કરી દીધી હતી હ્યુજીસને આ મેચ દરમિયાન ફાસ્ટ બોલર શોન એબોટનો બાઉંસર માથા પર વાગ્યો હતો. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. કોમાની સ્થિતિમાં તેને હોસ્પીટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેને દુ :ખદ અવસાન થયું હતું.