શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 24 જુલાઈ 2015 (17:57 IST)

૪પ મીટરથી ઊંચી ઇમારતો માટે સ્ટ્રક્ચર ડિઝાઇન અને ઓડિટ રિપોર્ટ હવે ફરજિયાત

ગાંધીનગર, અમદાવાદ શહેર સહિતનાં ચાર મહાનગરોમાં બનતી ઊંચી ઇમારત માટે સ્ટ્રક્ચરની સલામતીના મુદ્દે કોઇ કચાશ ન રહી જાય તે મુદ્દે સરકારે હવે આકરાં નિયંત્રણ લાદ્યાં છે. તે મુજબ ૪પ મીટરથી ઊંચી ઇમારત એટલે કે ૧૪૦ ફૂટ અથવા ૧૩ માળની ઇમારતથી વધુ ઊંચાઇની ઇમારતની પરવાનગી મેળવવા માટે સ્ટ્રક્ચર ડિઝાઇન અને તેનો ઓડિટ રિપોર્ટ હવે ફરજિયાત કરવામાં આવ્યો છે એટલું જ નહીં, પરંતુ બાંધકામ ચાલતું હોય ત્યારે સાઇટ સુપર‌િવઝન પણ નિયુક્ત કરીને તબક્કાવાર સ્ટ્રક્ચરની ડિઝાઇન પ્રમાણેનું જ બાંધકામ થઇ રહ્યું છે તેવો રિપોર્ટ પણ સબમીટ કરવાનો રહેશે.
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં હવે મોટા રસ્તાઓ ટ્રા‌ન્ઝિટ ઓ‌રિયેન્ટેડ ડિવિઝન-TOZ,  સેન્ટ્રલ બિઝનેસ ડિ‌સ્ટ્રિક્ટ-CBD વગેરે અમલી બનતાં હાલમાં બનતી ૧ર થી ૧૩ માળથી વધુની ઊંચાઇ માટેની બિલ્ડિંગો બાંધવા માટે સ્પે‌શિયલ એફએસઆઇ આપવામાં આવે છે. આ અંતર્ગત ૪૦ માળ સુધીની ઇમારતને પણ હવે મંજૂરી આપવામાં આવશે, પરંતુ કુદરતી આપ‌િત્ત કે અન્ય કોઇ જોખમ બાબતે સલામતીના પગલારૂપે સરકારે હવે નવી ઊંચી ઇમારતની સ્ટ્રક્ચર ડિઝાઇનના મુદ્દે કડક નિયમો અપનાવ્યા છે.  સ્ટ્રકચરલ સેફ્ટી રેગ્યુલેશન-ર૦૧૪થી ૪પ મીટરથી ઊંચી ઇમારતના સ્ટ્રક્ચર બાબતે ખાસ જોગવાઇઓ કરવામાં આવી છે. તેનો અમલ પણ થયો હતો, પરંતુ તે ઔપચારિકતા હતી, જેને હવે ફરજિયાત અમલી બનાવાયું છે. બિ‌લ્ડિંગની ડિઝાઇન ખરેખર યોગ્ય છે કે કેમ, સ્ટ્રક્ચર ડિઝાઇન યોગ્ય છે કે કેમ, ખરેખર બાંધકામ થયું છે કે કેમ? આ બાબતોની વિશેષ ચોકસાઇ સાથેના નિયમોને હવે જીડીસીઆરમાં સામેલ કરાયા છે.
સ્ટ્રક્ચર સેફ્ટી રેગ્યુલેશન સાથે નવા નિયમને લાગુ કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરના નેતૃત્વ (ચેરમેનપદ) હેઠળ ફાયરબ્રિગેડ ચીફ, સ્ટ્રક્ચરલ એક્સ્પર્ટ, આર એન્ડ બીના અધિકારી અને ઓથોરિટી ચેરમેન સાથે કમિટી બનશે, જે આ બાબતે સતત વોચ રાખશે.

ઊંચી ઇમારતની પરવાનગી માટે નીચે જણાવેલ બાબતો જોવામાં આવશે.
બાંધકામની પરવાનગી સાથે સ્ટ્રક્ચરલ ડિઝાઇન અને સ્ટ્રક્ચરલ એક્સ્પર્ટનો સ્ટ્રક્ચર ઓડિટ રિપોર્ટ ફરજિયાત. 
ઇમારતના બાંધકામ દરમિયાન માલિક કે ડેવલપર સાઇટ સુપરવાઇઝરની નિમણૂક કરવી પડશે.
બાંધકામના દરેક તબક્કે સ્પષ્ટતા રિપોર્ટ રજૂ કરવો પડશે કે સ્ટ્રક્ચર એક્સ્પર્ટના ઓડિટ રિપોર્ટ મુજબનું છે.
ઓડિટ રિપોર્ટમાં સ્ટ્રક્ચર એકસ્પર્ટ પ્રમાણપત્ર આપશે કે ડિઝાઇનમાં સ્ટાન્ડર્ડ અને જોગવાઇઓનું પાલન થયું છે.
બાંધકામની પરવાનગી પહેલાં કમિટી સ્ટ્રક્ચર ડિઝાઇન અને ઓડિટ રિપોર્ટનો ‌રિવ્યૂ કરશે.
સ્ટ્રક્ચર ડિઝાઇનમાં ડિઝાઇન, ગણતરી, બાંધકામના સ્ટાન્ડર્ડ કોડ, મટી‌િરયલ, ટેસ્ટ‌ ‌રિપોર્ટ મૂકવાના રહેશે.
સ્ટ્રક્ચરલ એક્સ્પર્ટ માસ્ટર ડિગ્રી ધરાવતા હોવા જોઇએ અને ૧પ વર્ષનો અનુભવ તેમજ તેમણે ૧૦ જેટલી ૪૦ મીટરથી ઊંચી ઇમારતનું સુપરવિઝન કરેલું હોવું જોઇએ.