ગુજરાતી ભજન : રંગાઈ જાને રંગમા..

Widgets Magazine


P.R
રંગાઇ જાને રંગમાં..
સીતારામ તણા સતસંગમાં
રાધેશ્યામ તણા તું રંગમાં..
રંગાઇ જાને રંગમાં..

આજે ભજશું, કાલે ભજશું,
ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ,
શ્વાસ ખૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં..
રંગાઇ જાને રંગમાં..

જીવ જાણતો ઝાઝું જીવશું, મારું છે આ તમામ,
પહેલાં અમર કરી લઉં નામ,
તેડું આવશે, યમનું જાણજે, જાવું પડશે સંગમાં..
રંગાઇ જાને રંગમાં..

સૌ જન કહેતા પછી જપીશું, પહેલાં મેળવી લોને દામ,
રહેવા ના કરી લો ઠામ,
પ્રભુ પડ્યો છે એમ, ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા વ્યંગમાં..
રંગાઇ જાને રંગમાં..

ઘડપણ આવશે ત્યારે ભજશું, પહેલાં ઘરના કામ તમામ,
પછી ફરીશું તીરથ ધામ,
આતમ એક દિન ઊડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં..
રંગાઇ જાને રંગમાં..

બત્રીસ ભાતનાં ભોજન જમતાં, ભેળી કરીને ભામ,
એમાં ક્યાંથી સાંભરે રામ,
દાન-પુણ્યથી દૂર રહ્યો તું, ફોગટ ફરે છે ઘમંડમાં..
રંગાઇ જાને રંગમાં..

રંગ રાગમાં ક્યારે રટાશે, રહી જશે આમ ને આમ,
માટે ઓળખ આતમરામ,
બાબા આનંદે હરિ ૐ અખંડ છે, ભજ તું શિવના સંગમાં..
રંગાઇ જાને રંગમાં..Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતી ભજન રંગાઈ જાને રંગમાં રાધા કૃષ્ણ ભજન સીતારામ ભજન ગુજરાતી સાહિત્ય ગુજરાતી જોક્સ

ગુજરાતી સાહિત્ય

આજનો શેર - આંસુ

જીંદગીની દરેક પળ સરખી નથી હોતી સમુદ્રમાં રોજ ભરતી નથી હોતી મિલન અને જુદાઈ પ્રસંગ છે ...

ગુજરાતી શાયરી : તમે અને હું

સમયની અછત તો ઈશ્વરને પણ હતી છતાં ફુરસદ લઈને ઈશ્વરે તમને બનાવ્યા ખ્યાલ આવ્યો હશે તેમને ...

આજની શાયરી : પ્રિતમનો ચેહરો

એનો સ્મિતભર્યો ચહેરો આજે યાદ આવી ગયો નમેલી નજરનો પ્રેમ આજે યાદ આવી ગયો કંઈક તો હતુ તેના ...

શિક્ષક દિવસ વિશેષ - હેપી ટીચર્સ ડે

શિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદ રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે વિદ્યાર્થીઓને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine