હિસાબો થાય છે...!!!

શનિવાર, 17 મે 2014 (17:14 IST)

Widgets Magazine
poemઆખરી   શ્વાસે   તકાજો   થાય    છે,
પાપપુણ્યોના   હિસાબો    થાય   છે.
          
જેટલા    આપું    જવાબો     જાતને,
એટલાં   સામે   સવાલો   થાય   છે.
 
ના થઈ  શકયા  જે  ખુલ્લી  આંખથી,
બંધ   આંખોથી  પ્રવાસો   થાય   છે.
 
શું છે ? આ જીવનમરણ, એ જાણવા,
રોજ  સ્વપ્ને   રાતવાસો   થાય   છે.
 

જીવ   માફક    સાચવું   એને   છતાં, 
જીવ ! મરણ આવ્યે પરાયો થાય છે.
 
સૌ વિચારો જેમનાં પણ  હો  બુલંદ,
એમની   વાતે   રિવાજો  થાય  છે.
               
-અશોક વાવડીયા "રોચક"Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતી કવિતા ગુજરાતી સાહિત્ય ગુજરાતી વાર્તા હિસાબો થાય છે અશોક વાવડીયા "રોચક" Gujarati Gujarati Poem Ashok Vavadiya

Loading comments ...

ગુજરાતી સાહિત્ય

news

ગુજરાતી ટૂંકી વાર્તા - ઔચિત્ય

મહિલા દિવસનું આયોજન હતુ. હોલ મહિલાઓથી ખચોખચ ભરાયેલો હતો. ફુસફુસાહટ વચ્ચે વાતાવરણમાં ...

વર્લ્ડ સ્પેરો ડે - ચકા-ચકી આજે ઈતિહાસ બની ગયા છે...

આજે વિશ્વ ચકલી દિવસ છે. ગુજરાતમાં નાની અને અત્યંત સુંદર પક્ષી ચકલીની ચી..ચી... આજે લુપ્ત ...

મારે ફરી એકવાર શાળાએ જવું છે

દોડતા જઈને મારી રોજની બકાડીએ બેસવું છે રોજ સવારે ઉચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે નવી નોટ ની ...

સાચો પ્રેમ એટલે અરિસો ને પડછાયોઃ અરિસો જુઠુ બોલતો નથી ને પડછાયો સાથ છોડતો નથી

આજના યુવાન યુવક યુવતીઓએ પ્રેમ જેવા પવિત્ર સંબંધને સાવ ભિન્ન કક્ષાએ પહોંચાડી દિધો છે. આજનો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine