યાદો વાગોળતું વૃક્ષ!

સોમવાર, 20 જુલાઈ 2015 (12:38 IST)

Widgets Magazine
plam tree

  અસ્તાચળે એક વૃક્ષ ભૂતકાળ વાગોળી રહ્યું છે
અહા, કેવા હતા એ દિવસો હર્યા ભર્યા!
 
કિલ્લોલ કરતાં એ ભુલકાંઓ
ગાતાં, રમતાં, મસ્તી કરતાં
મારે પણ બાળપણ હતું!
કુમળું થડિયું, મજાનાં ફૂલ, પતંગિયાંની ઉડાઉડ
 
બેફીકરા કિશોરોની ધીંગામસ્તી
મારી છાયામાં વિરામતી રખડપટ્ટી
મને પણ પ્રતીક્ષા રહેતી એ અલગારીઓની
મારા મજબુત બાંધા પર થતી કૂદાકૂદની
 
છાના છપના મળતા પેલા યુવા પંખીડાઓ
મીઠી શરારતો, ઠાલું શરમાવું
કેટલાય સ્વપનો જુટતા અને તુટતા મેં જોયા
મારેય મહેકતી વસંત હતી
કેટલાયે પંખી અહીં વસી ગયા
 
પનીહારીઓના ઝાંઝરનો ઝણકાર
નિત નવાં નખરાં ને ખીખીયારીઓ
ગામ આખાની કુથલી મેં કરી છે
 
ધ્રુજતા બોખા અદાઓનો અડ્ડો
અલકમલકની વાતો અને ગામ ગપાટા
કેટલીયે જીન્દગી વિશ્રામતી મેં જોઈ છે
 
હવે...
હવે અહીં કોઈ ઢુંકતું નથી
મારી સામે કોઈ જોતું નથી
 
ક્યાં ગયાં પેલાં ટાબરિયાંઓ?
પેલા રખડતા છોકરાઓ?
પેલાં સ્વપ્નીલ હૈયાંઓ?
પેલી અલ્હડ હરખઘેલીઓ?
ચાસ પડેલા પેલા ભાભાઓ?
 
કોરાણે મુકાયેલા મારી વાત પણ સાંભળો...
ભલે હું ઠુંઠું થડિયું કહેવાઉં
મારામાં ઝાડ હજી જાગે
જીવતરની આશ મને લાગે
 
- તુષાર જ. અંજારિયાWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
યાદો વાગોળતું વૃક્ષ! ગુજરાતી સાહિત્ય ગુજરાતી કાવ્ય સંગ્રહ તુષાર જ. અંજારિયા ગુજરાતી વાર્તા ગુજરાતી ગદ્ય પદ્ય નિબંધ સાહિત્ય પ્રેરક કથા પ્રેરક પ્રસંગ ગુજરાતી લેખ ગુજરાતી કાવ્યો ગુજરાતી સાહિત્ય ગુજરાતી વાર્તા ગુજરાતી કવિતા ગુજરાતી સુવિચારો. ગુજરાતી લેખક ગુજરાતી કવિ Story. Gujarati Poem Gujarati Literature Gujarati Motivation Story

Loading comments ...

ગુજરાતી સાહિત્ય

news

જરૂર વાંચશો ... must read ..whatsupp message

ગરીબ દૂર સુધી હાલીને જાય છે.... ભોજન માટે અમીર મિલો ચાલે છે.... ભોજન હજમ કરવા માટે ...

news

ગુજરાતી શાયરી.

ગુજરાતી શાયરી. આજની શાયરી , આજનો શેર , Sad Shayri , Todays Shayri , Gujarati Sher , ...

news

ગુજરાતી શાયરી

ગુજરાતી શાયરી. આજની શાયરી , આજનો શેર , Sad Shayri , Todays Shayri , Gujarati Sher , ...

news

સમય નથી...

ઘડિયાળને ટકોરે ચાલતી દુનિયા પાસે જાણે સમય જ નથી. સૂરજ પ્રગટેને લોકોમાં પ્રાણ રેડાય, જાણે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine