શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

બોર્ડની પરીક્ષાઓ 17મી માર્ચથી

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે મળેલી બેઠકમાં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા 17મી માર્ચથી લેવાનો નિર્ણય લેવાયો છે.

બોર્ડની આ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ હવે પછીથી જાહેર કરવામાં આવશે. આજની બેઠકમાં ફક્ત તારીખ અંગે જ ચર્ચા કરવામાં આવી હતી. 16મી માર્ચે વિદ્યાર્થીઓ જે તે કેન્દ્રમાં જઇ પોતાનો બેઠક નંબર ચકાસી શકશે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ પરીક્ષામાં અંદાજે 11 લાખ જેટલા વિદ્યાર્થીઓ બેસનાર છે. જેમાં ધો. 10માં 7.70 તથા ધો.12માં 3.55 લાખ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

જ્યોતિષશાસ્ત્રને આધારે તારીખ...
સામાન્ય સંજોગોમાં બોર્ડની પરીક્ષા સોમવારથી શરૂ કરવાનો શિરસ્તો છે. પરંતુ આ વર્ષે એવું કહેવાય છે કે, બોર્ડ દ્વારા જ્યોતિષશાસ્ત્રનો સહારો લેવાયો છે. અને પરીક્ષા મંગળવારથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

ચૂંટણી નડે તો નવાઇ નહી !
દેશમાં પાચ રાજ્યોની તાજેતરમાં યોજાયેલી વિધાનસભાના પરિણામો વર્તમાન કેન્દ્ર સરકારની તરફેણમાં હોવાથી આગામી લોકસભાની ચૂંટણીની જાહેર જલ્દીમાં કરવામાં આવે તેવા એંધાણ છે. એ જોતાં બોર્ડની પરીક્ષાઓ પણ કેટલેક અંશે પ્રભાવિત થઇ શકે તેમ છે.