નવા વર્ષની વિદાયની પાર્ટીમાં ભાન ભૂલતાં બાળકો પર મા-બાપની ચાંપતી નજર

શનિવાર, 24 ડિસેમ્બર 2016 (13:37 IST)

Widgets Magazine


થર્ટી ફર્સ્ટની ઉજવણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પોતાના પુત્ર-પુત્રી તેમજ પરિણીત પુરૂષો અને સ્ત્રીઓ ઉપર વોચ રાખવા માટે જાસૂસોની બોલબાલા વધી ગઈ છે. અત્યારથી જ આ અંગે ગુપ્તરાહે જાસૂસોની ટીમો કામે લગાડવામાં આવી રહી છે. ઉપરાંત ગેંગરેપ,હુમલા,છેડતી, અપહરણ કે લૂંટ જેવી ઘટનાઓ ન બને તે માટે સંતાનોને પ્રાઈવેટ ડિટેક્ટિવ અને સિકયોરિટી ગાર્ડની સુરક્ષા પુરી પાડવા માટે ખાનગી ડિટેકટીવ એજન્સીઓની સેવા લઈ રહ્યા છે. ૩૧ની ડિસેમ્બરના આરે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવા સમયે શહેરમાં ચલાવવામાં આવી રહેલી ખાનગી ડિટેક્ટિવ અને સિકયોરિટી ગાર્ડમાં વધારો થવા પામ્યો છે. પ્રાઈવેટ ડિટેક્ટિવ એજન્સીના ડિરેકટરે નામ નહી આપવાની શરતે જણાવ્યુ હતું કે, દર વર્ષ કરતા આ વર્ષની ૩૧મી ડિસેમ્બરના રોજ બાઉન્સર,સિકયોરિટી ગાર્ડ અને જાસુસની માંગમાં ૩૦થી ૪૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. મોટાભાગની ખાનગી ડિટેક્ટિવ એજન્સીઓએ મોટાપાયે કામ લીધુ હોવાનું જાણવા મળે છે. પાર્ટીઓમાં જતા પુત્ર-પુત્રીઓ પર નજર રાખવા માટે જાસુસની સેવામાં ભારે માંગ જોવા મળી છે.પ્ ત્રી હવસખોરોનો શિકાર ન બને તે માટે પાર્ટીમાં જતી પુત્રીની દરેક હરકતો પર બારીક નજર રાખવા માટે જાસુસોની સેવા લેવામાં આવી રહી છે.  આ વ્યવસાય સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યુ હતું કે, પુત્ર-પુત્રીકે પતિ-પત્નીઓ પાર્ટીઓમાં જતા હોય છે. જાસુસ-બાઉન્સર અને સિકયોરીટી ગાર્ડ પાસેથી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની પણ માંગ કરતા હોય છે. કેટલાક ગ્રાહકો પુરાવા માટે ફોટોગ્રાફ અને વીડિયો ક્લિપિંગની માંગ કરે છે. જો કે, કોઈપણ વ્યકિતના ફોટા પાડવા કે ક્લિપિંગ ઉતારવાની હરકતો ગેરકાનૂની છે. જો કે, મોબાઈલ ફોનમાં સુવિધાઓ ઉપલબ્ધ હોય છે જેના વડે ફોટો લેવાની કે શૂટિંગ કરવાની જેવી હરકતોની જલ્દી ખબર પડતી નથી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર Market Sensex Latest Ahmedabad News Gujarat News Gujrat Samachar Local News Rajkot News Gujrati Samasar Live Gujarati News Gujarat News Samachar

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાત વિદ્યાસભા' પાસે ગુજરાતી ભાષાની સૌથી પ્રાચીન હસ્તપ્રત છે !

અંગ્રેજ કાળમાં ભારતમાં સ્થપાયેલી 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' ગુજરાતી ભાષાનું સંવર્ધન ...

news

વડોદરામાં ફતેપુરા પોલીસ ચોકી સામે જ ડબ્બા બોમ્બ ફૂટતાં અફરાતફરી મચી

ગત બુધવારે રાત્રે ફાટી નીકળેલા તોફાનો બાદ આજે સવારે 9 કલાકે પુનઃ ફતેપુરા અડાયીપુલ પાસે ...

આજે વિશ્વ ગ્રાહક દિવસ, ગ્રાહકો ખુશ છે ખરા ?

આજે વિશ્વ ગ્રાહક દિવસ. સરકાર જાહેરાતો દ્વારા ગ્રાહકોની ફરિયાદોનું નિવારણ કરવા માટે અનેક ...

news

પાસપોર્ટ માટે હવે બર્થ સર્ટિફિકેટ જરૂરી નથી

ભારત સરકાર હવે પાસપોર્ટ બનાવાના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે પહેલાના નિયમિ મુજબ 26 ...

Widgets Magazine