પાટીદાર યુવાનની ધરપકડ અંગે અલ્પેશ ઠાકોરે જાહેર કર્યો કાર્યક્રમ, 10,000 યુવાનો નીતિન પટેલને ફોન કરશે

શનિવાર, 21 જાન્યુઆરી 2017 (14:20 IST)

Widgets Magazine


 

alpesh thakor
સુરતમાં લઠ્ઠાકાંડ સર્જાયા બાદ હાર્દિક પટેલે સુરતમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો તેના બે દિવસ બાદ વ્યસવમુક્તિની ઝુંબેશ ચલાવનારા અલ્પેશ ઠાકોરે શનિવારે સુરતની મુલાકાત લઈ પોતાનું નિવેદન આપ્યું હતું. પત્રકારો સાથેની વાતચિતમાં તેમણે કહ્યું હતું કે કાયદાનો ચુસ્તપણે અમલ ન કરાતો હોવાના કારણે લઠ્ઠાકાંડ સર્જાય છે. તેમણે કહ્યું હતું કે દારૂબંધી સંદર્ભે રાજ્ય સરકારે કાયદો જરૂર કડક બનાવ્યો છે પરંતુ કાયદાની જોગવાઈ પ્રમાણે તેનો ચુસ્ત અમલ થતો નથી જેના કારણે લઠ્ઠાકાંડ સર્જાયો છે. કાયદાનો ચુસ્ત અમલ થાય તે માટે પોતે સુરતના પોલીસ કમિશનરને મળી રજૂઆત કરશે. સાથે વાત કરનારા યુવાન સામે ગુનો નોંધાયો તે વાતનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું હતું કે આવતીકાલ રવિવારથી અમે એક કાર્યક્રમ શરૂ કરવાના છીએ. જેમાં રાજ્યભરનાં ગામડાંમાંથી 10,000 યુવાનો આ રીતે નીતિન પટેલને કરશે. જોઈએ કેટલા યુવાનો સામે ગુનો નોંધે છે વ્યસનમુક્તિના સંદર્ભમાં તેમણે કહ્યું કે આગામી બીજી ફેરબ્રુઆરીથી વ્યસનમુક્તિ ઝુંબેશનો બીજો તબક્કો શરૂ કરવામાં આવશે. સુરતમાં અલ્પેશ ઠાકોરે પત્રકારો સાથે વાતચિત કરી તે પૂર્વે તેણે લઠ્ઠાકાંડમાં મોતને ભેટેલા કેટલાક યુવાનોના ઘરની મુલાકાત લીધી હતી અને પરિવારજનોને સાંત્વના આપી હતી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ખોડલધામમાં લાખો પાટીદારોએ કર્યુ રાષ્ટ્રગાન ગાતા ગીનિઝ બુકમાં નોંધાયો રેકોર્ડ

ખોડલધામમાં આજે ઇતિહાસ રચાવા જઇ રહ્યો છે. બાંગ્લાદેશમાં 2 લાખ 54 હજાર લોકોએ પોતાનું ...

news

રાજ્યમાં કલાસ-2 સહિતના 5 અધિકારીને ત્યાં ACBના દરોડા, કરોડોની સંપત્તિ મળી

સમગ્ર રાજ્યમાં આજે કુલ પાંચ જગ્યાએ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સર્ચ ઓપરેશન હાથ ધરતાં ...

news

અમદાવાદમાં પ્રથમ વખત યોજાશે NRG ગરબા

કવિ ખબરદાર સાહેબની એક કાવ્યપંક્તિ છે જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાત બહાર ...

news

પાકિસ્તાનની પારાચિનાર ઈદગાહ માર્કેટમાં બ્લાસ્ટ, 20ના મોત

પાકિસ્તાનમાં પારાચિનાર સ્થિત કુર્રમ એજંસીના ઈદગાહ માર્કેટમાં થયેલ આજે એક બ્લાસ્ટમાં 20 ...

Widgets Magazine