શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 25 જુલાઈ 2015 (16:10 IST)

15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ યોગ નિદર્શન

ભારતિય પ્રાચીન યોગવિદ્યાને સંયુક્તો રાષ્ટ્રી સંઘ દ્વારા વૈશ્વિક વિરાસતમાં સમાવવામાં આવી છે. વિશ્વભરમાં દર વર્ષે ૨૧મી જુનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે. આ દિવસે વિશ્વના દેશોમાં યોગ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. ગત્ ૨૧મી જૂને વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં અને યોગનું દર્શન-નિદર્શન કરી તેનો સાક્ષાત્કાર કરાવવામાં ભારતે રાષ્ટ્રીય આયોજન કર્યું હતું.
 
આગામી 15મી ઓગસ્ટે દેશભરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે. આ સ્વાતંત્ર્ય દિનની સાથે સાથે રાજ્યભરમાં 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ યોગ નિદર્શન અને પ્રદર્શન કાર્યક્રમો યોજવા રાજ્ય સરકારે નિર્દેશ કર્યો છે. રાજ્યના નાગરિકો બહોળી સંખ્યામાં યોગ પ્રદર્શન કાર્યક્રમમાં જોડાવા અપીલ કરી છે.
 
શારિરીક અને માનસિક તંદુરસ્તી અને હળવાશ મેળવવા યોગ સચોટ સાબિત થાય છે. તે અનેક બીમારીઓથી પણ બચાવે છે અને શરીરને સુસ્ત-તંદુરસ્ત અને સુંદર રાખે છે. યોગ કરવાથી વહેલા વૃદ્ધત્વનો સામનો કરવો પડતો નથી. યાદશક્તિ સારી રહે છે, મગજ પણ ઝડપથી કામ કરે છે. આ સિવાય ડિપ્રેશન જેવી બીમારીઓથી પણ બચી જવાય છે. યોગ અને ધ્યાનથી જીવન તણાવમુક્ત થાય છે, ચિંતાઓ દૂર થાય છે.
 
રાજ્યનો પ્રત્યેક નાગરિક પોતાના તનમનની તંદુરસ્તી માટે ઉપયોગી અને ભારતીય સંસ્કૃતિની અમોલ દેન એવા યોગના કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિતે લોકો જોડાય તેવી અપીલ કરવામાં આવી છે.