ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ, , સોમવાર, 20 જૂન 2016 (12:25 IST)

17 હજાર કોન્સટેબલોની ભરતી થશે

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. જેની પાછળનું કારણ પોલીસ સ્ટાફની
અછત ગણવામાં આવી રહ્યુ છે. ત્યારે આવનારા સમયમાં રાજ્યમાં આ અછતને પહોંચી વળવા પોલીસ
વિભાગમાં ભરતી કરવામાં આવશે એવુ જાણવા મળી રહ્યુ છે.

અમદાવાદ સહિત રાજ્યમાં ગુનાખોરી વધી રહી હોય એવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. જેની પાછળના
અનેક કારણોમાં રાજ્યમાં પોલીસ વિભાગમાં સ્ટાફની અછત છે. પોલીસ વિભાગમાં અછતના આંકડાઓ
ઉપર નજર કરીએ તો ૨૪ હજાર ૯૭૬ જેટલા અલગ પોસ્ટના કર્મચારીઓ અને અધિકારીઓની ઘટ છે.
જેને લઈને ભવિષ્યમાં ૧૭ હજાર જેટલા પોલીસકર્મીઓની ભરતી થશે એવુ જાણવા મળી રહ્યુ છે.

ગત વર્ષે થયેલી સીધી ભરતીમાં ૫૦૦ પીએસઆઈ અને ૮૦૦ જેટલા એએસઆઈની પણ ટ્રેનિંગ ચાલી રહી
છે. તો બીજીબાજુ રાજ્યમાં પીઆઈ લેવલના અધિકારીઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ પોલીસ  સ્ટેશનની વાત કરીએ તો મોટાભાગના પોલીસ ગુનાઓના ભેદ ઉકેલનારી
ક્રાઈમબ્રાંચ પણ પીઆઈની અછત આંખે ઉડીને વળગે છે.

પીઆઈ લેવલના અધિકારીઓના ભરોષે જ હાલ ક્રાઈમબ્રાંચ ચાલી રહી છે. વળી સાઈબર સેલને પણ
થોડા સમય અગાઉ અલગ કરવામાં આવ્યો છે. તેમાં પણ માત્ર એક જ પીઆઈ ફરજ બજાવી રહ્યા છે.
જેથી ગુનાખોરી ડામવા પોલીસ સ્ટાફ વધારવો જરુરી બની ગયો હોય એવુ લાગી રહ્યુ છે.