શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :નવી દિલ્હી. , બુધવાર, 14 ડિસેમ્બર 2016 (10:48 IST)

Blackmoney - દિલ્હીની હોટલ 'તક્ષ ઈન' માંથી સવા ત્રણ કરોડના કાળાનાણા જપ્ત

દિલ્હીની એક હોટલમાંથી મોટા પ્રમાણમાં બ્લેકમની જપ્ત થઈ છે. સવા ત્રણ કરોડની રકમ કરોલ બાગની હોટલ 'તક્ષ ઈન'માંથી જપ્ત થઈ છે. ઈનકમ ટેક્સ અને ક્રાઈમ બ્રાંચે મળીને ગુપ્ત સૂચના પર હોટલમાં રેડ પાડી હતી. 
 
હોટલના બે રૂમમાંથી જૂના નોટવાળા સવા ત્રણ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ પૈસા મુંબઈના કેટલાક હવાલા ઓપરેટરોના હોવાનો શક છે. સમાચાર મુજબ આ પાંચ લોકોએ બે રૂમમાં બુક કરાવ્યા હતા. 
 
ઈનકમ ટેક્સ અને ક્રાઈમ બ્રાંચે આ લોકોની પૂછપરછ કરતી વખતે બેગમાંથી આ રૂપિયા મળ્યા છે. એવુ કહેવાય રહ્યુ છે કે આ મામલાની તપાસ પૂરી થઈ જવા સુધી આ લોકોને જેલમાં જ બંધ રાખવામાં આવશે  હાલ ઈનકમ ટેક્ષ અને ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે. 
 
ઉલ્લેખનીય છે કે 24 કલાકમાં લગભગ સવા પાંચ કરોડ રૂપિયા કેશ જપ્ત થયા છે.  ગઈકાલે દિવસ દરમિયાન દેશના જુદા જુદા શહેરોમાંથી લગભગ બે કરોડ રૂપિયા જપ્ત થયા. બીજી બાજુ આજે સવારે સવા ત્રણ કરોડ રૂપિયા જપ્ત થયા છે. 
 
ગઈકાલે મહારાષ્ટ્રના ઠાણેમાં 1 કરોડ 40 હજાર રૂપિયા, નવી મુંબઈમાં 23 લાખ 70 હજારના નવા નોટ, હરિયાણાના ફરીદાબાદમાં 27 લાખ 30 હજારના નવા નોટ, ગુરૂગ્રામમાં 7 લાખ 92 હજારના નવા નોટ, મધ્ય પ્રદેશના બાલાઘાટમાં 15 લાખ 40 હજારના નોટ અને રાજસ્થાનના ચુરુમાં 3 લાખ 67 હજારની કેશ જપ્ત કરવામાં આવી હતી.