શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 18 નવેમ્બર 2015 (14:49 IST)

32685 લોકો આતંકવાદને કારણે મોતને ભેટયા

પેરિસ હુમલાએ ફરીએકવાર આખી દુનિયાને આતંકવાદનો વરવો ચહેરો દેખાડી દીધો છે. ઇન્સ્ટીટ્યૂટ્ ફોર ઇકોનોમિક એન્ડ પીસ નામની સંસ્થા દ્વારા એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં 2002થી 2014 સુધીના ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ રજૂ કરવામાં આવ્ય હતા. જેના મેપ પર નજર નાખતાં ચોખ્ખું દેખાય છે કે, 12 વરસના સમયગાળમાં આતંકવાદે દુનિયાના કેટલ બધા ભાગોને પોતાની ઝપેટમાં લઇ લીધા છે. સંસ્થાના 111 પાનાંના અહેવાલમાં છેલા 15 વરસના આતંકવાદના આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે જે આંખો ઉઘાડી દે એવા છે. અહેવાલમાં ખાસ 2014ના વરસ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. અહેવાલમાં જણાવ્યા મુજ્બ, 2014માં આતંકવાદી પ્રવૃતિઓ એના ભયાનક તબક્કે હતી, સૌથી ટોચ પર હતી. 2014માં આતંકવાદી પ્રવૃતિઓમાં 80 ટકા જેટલો વધારો નોંધાયો છે. કુલ 32, 685 લોકો આતંકવાદના કારણે મોતને ભેટ્યા છે. 2013માં આ આંકડો 18,111 હતો. 2000ના વરસની સરખામણીએ 14 વરસમાં આ આંકડો નવ ગણો વધી ગયો હોવાનો અહેવાલમાં ઉલ્લેખ છે. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ મુજ્બ, ભારત પણ આતંકવાદીઓના સતત નિશાના પર છે.
 
અહેવાલના કેટલાક મહત્વના મુદ્દાઓ પર નજર મારીએ તો, બોકો હરામ અને આઇએસ દુનિયાના આતંકવાદનો ચહેરો બન્યા છે. ગત વરસે બોકો હરામના નામે 6,644 મોત છે જ્યારે આઇએઅસના નામે 6,073 મોત છે. સૌથી વધુ આતંકવાદની અસર દુનિયાના પાંચ દેશો પર જોવા મળી રહી છે. કુલ મોતના આંકડાના 73 ટકા મોત આ પાંચ દેશોમાં નોંધાયા છે. કુલ હુમલાઓના 57 ટકા હુમલાઓ આ દેશોમાં થયા હતા. જેમાં ઇરાક, નાઇજિરીયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને સીરિયા છે. સૌથી છેલ્લા ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ મુજ્બ, આ પાંચ દેશો જ સ્કોરની રીતે ટોચ પર છે એ બાદ ભારત આતંકવાદ માટે સૌથી સોફ્ટ ટારગેટ છે. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સના આંકડાઓ મુજ્બ, ઇરાકનો સ્કોર દસમાંથી દસ છે જ્યારે ભારતનો સ્કોર દસમાંથી 7.7 છે