શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 23 ઑગસ્ટ 2016 (16:51 IST)

વિધાનસભા ગૃહ સુધી પહોંચવામાં સફળ રહ્યા કોંગી કાર્યકરો, ગેટ પર કોંગ્રેસનો ઝંડો લહેરાવ્યો

ગુજરાત વિધાનસભાનું બે દિવસીય સત્રની શરૂઆતમાં જ  સમગ્ર ગુજરાતભરમાં રાજ્ય સરકાર વિરુદ્ધ થઇ રહેલા વિરોધો તેમજ અનેક મુદ્દાઓને લઈને ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા સત્યાગ્રહ છાવણી, સેક્ટર-૬, ગાંધીનગર ખાતે "જન આક્રોશ રેલી" નું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં કોંગ્રેસના કાર્યકરોએ વિધાનસભા ઘેરાવ માટે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ કુચ કરી હતી જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરોની અટકાયતોની વચ્ચે અનેક કાર્યકરો વિધાનસભા ગેટ અને સંકુલ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. હજારોની ભીડ સામે પોલીસ પણ કાર્યકરોને રોકવામાં કાચી પડી હતી. ત્યારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિધાનસભા ગેટ ઉપર ચડીને કોંગ્રેસનો ઝંડો ફરકાવવામાં આવ્યો હતો. જ્યાં કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.

જન આક્રોશ રેલીમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિત ધારાસભ્યો, સ્થાનિક સંસ્થામાં ચૂંટાયેલા પ્રતિનિધીઓ સહિત કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનો અને જુદા-જુદા સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં જોડાઈને ભાજપ સરકારની પ્રજા વિરોધી નિતી સામે આક્રોશ વ્યક્ત કરશે. કોંગ્રેસની જનઆક્રોશ રેલીમાં રાજ્યભરમાંથી હજારો કાર્યકર્તાઓ જોડાયા હતા. ઉમટી પડેલી ભીડ જોઇને કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોના આત્મવિશ્વાસમાં વધારો થયો હતો. વિધાનસભા ઘેરાવ દરમિયાન પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ પણ થયું હતું. કાર્યક્રમ દરમીયા પોલીસે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત ૧૮૦૦ થી પણ વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. જો કે આટલી અટકાયતો અને પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરોને રોકવાના પુરતા પ્રયાસો છતાંપણ અનેક ધારાસભ્યો અને કાર્યકરો વિધાનસભા સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા અને સુત્રોચ્ચારો સાથે વિધાનસભા ઘેરાવ કાર્યક્રમને સફળ બનાવવાના દરેક પ્રયાસ કર્યા હતા.