શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 15 સપ્ટેમ્બર 2014 (17:56 IST)

5000થી વધુ વસતિવાળા ગામડાનો વાલી બનશે એક અધિકારી

ગુજરાતમાં દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં સમાવિષ્ટ ગામોનો વિકાસ કેવી રીતે કરવો? આ અંગેની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ શિબિરમાં જામનગર જિલ્લો ગામડાઓના વિકાસ બાબતે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક સરકારી અધિકારીને એક ગામડું દત્તક આપતી યોજનાના અમલથી જિલ્લાનો ઝડપથી સુવ્યવસ્થિત વિકાસ કરી શકાયો છે. જામનગર જિલ્લાના ૫૦ મોટા ગામડાઓને ૫૦ અધિકારીઓએ દત્તક લઈ લીધા છે. દત્તક લીધેલ તમામ ગામોની સુવિધા-અસુવિધા, પ્રશ્ર્નો, યોજના, કાર્યવાહી પર અંગત રીતે વાલી અધિકારી દેખરેખ રાખે છે. આ યોજનાને સરકારી વિભાગો જિલ્લા કક્ષાની ચિંતન શિબિરમાં પ્રજાલક્ષી અભિગમ અને સરકારી કામગીરીનું સંકલન કરી તેનો મહત્તમ લાભ લોકો સુધી પહોંચાડવા કામે લગાડવામાં આવશે. એક અધિકારી એક ગામડું યોજના સરકારે અમલમાં મૂકી દીધી છે. સૌરાષ્ટ્રથી આ યોજનાનો અમલ થઈ ચૂક્યો છે.

ગામમાં રાજ્યની સરકારી યોજનાઓ પૂરી થઈ ગઈ હોય તેવા ગામોને આદર્શ ગામ કહી શકાય. ગુજરાતમાં હજુ પણ દરેક જિલ્લામાં બધા ગામ આદર્શ ગામ નથી. આવા સંજોગોમાં આ યોજનાના અમલથી ગામની સુવિધા અને સમસ્યાઓને વાચા મળશે અને તેનો વિકાસ ઝડપી બનશે.

૫૦૦૦થી વધુ વસતિવાળા ગામડાને એક અધિકારી વાલી તરીકે આપવામાં આવશે.

ગામના વિકાસના કામો જેવા કે આંગણવાડી, શિક્ષણ, બાળકોમાં કૂપોષણ, રસ્તાઓ, વીજળી વગેરેમાં નડતી સમસ્યાઓ દૂર કરી તેનો ઝડપથી નિકાલ કરવામાં આવશે.

જિલ્લા કક્ષાએ આ કાર્યક્રમ અને યોજના સફળ થઈ હતી, જેથી નાયબ મામલતદાર અને ત્રીજા વર્ગના કર્મચારીઓને પણ નાના ગામડા દત્તક આપવા અંગે વિચારણા ચાલી રહી છે.