બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ: , સોમવાર, 11 જાન્યુઆરી 2016 (15:19 IST)

600 કરોડના પાર્ટી ડ્રગનો મામલો

ર૦૧૧માં અમદાવાદ શહેરમાંથી પકડાયેલા સૌથી મોટા ૬૦૦ કરોડના પાર્ટી ડ્રગ્સના કેસમાં ગાંધીનગર એફએસએલ અને ‌દિલ્હી એફએસએલનો રિપોર્ટ વિરોધાભાસી આવતાં કેસમાં નવો વળાંક આવ્યો છે. ર૦૧૧માં ડીઆરઆઇએ મોકલેલા નમૂના કેટામાઇન અને મેથાએમ્ફેટામાઇન નામના પાર્ટી ડ્રગ્સના જ હોવાનું રિપોર્ટમાં જણાવ્યું હતું.

જ્યારે દિલ્હી એફએસએલ દ્વારા ડિસેમ્બર ર૦૧પમાં આપેલા રિપોર્ટમાં નમૂના ડ્રગ્સના નહીં હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ કેસના ફરિયાદી ડીઆરઆઈના અધિકારી રામ ચરણ મીનાની સૌથી લાંબી જુબાની થઈ હતી એટલુ જ નહીં, આ કેસમાં હજુ સુધી એક પણ આરોપીનો જામીન પર છુટકારો થયો નથી.

ખાખરા સહિતના ખાદ્ય પદાર્થના ઓથા હેઠળ પાર્ટી ડ્રગ્સ વિદેશમાં મોકલવામાં આવતા હોવાની બાતમીના આધારે ડીઆરઆઈના અધિકારીઓએ તા.૪ ડિસેમ્બર, ર૦૧૧ના રોજ એરકાર્ગોમાં તપાસ કરતાં અનશુ એક્સપોર્ટ નામની કંપનીના પાર્સલમાંથી ૩૭ કિલો કેટલાેક શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. જેની ડીઆરઆઈએ ગાંધીનગર એફએસએલમાં તપાસ કરાવતાં ખબર પડી કે કેટામાઈન અને મેથોએમ્ફેટામાઈન હાઈડ્રોકલાેરાઈડ નામનું પાર્ટી ડ્રગ્સ હતું. ડીઆરઆઈના અધિકારીઓએ સાંગલીમાં આવેલી કુમુદ ડ્રગ્સમાં દરોડો પાડીને ૪૩ર કિલો પાર્ટી ડ્રગ્સ પકડી પાડ્યું હતું. પછી સુજલ પટેલના પાલડી ખાતાને નિવાસસ્થાનેથી ૪૮ કિલો પાર્ટી ડ્રગ્સ મળી આવ્યું હતું.

ડીઆરઆઈએ સુજલ વિજયભાઈ પટેલ, બાબુભાઈ મ‌િણભાઈ શર્મા, સાંગલીમાં આવેલી કુમુદ ડ્ગ્સના માલિક અભિ‌િજત પ્રભાકર, ડો. પ્રમોદ કુમાર માંજરેકર, કપિલ અરોરા સહિતની ધરપકડ કરીને નાર્કો‌િટકસ એકટ હેઠળ કોર્ટમાં ચાર્જશીટ મૂક્યું હતું. ચાર્જશીટમાં લંડનમાં રહેતા બે જણાને વોન્ટેડ બતાવીને તેમની સામે રેડ કોનર નોટિસ કઢાવી હતી, જેમાં દેશમાંથી સૌથી મોટું આશરે ૬૦૦ કરોડની કિંમતનું પાર્ટી ડ્રગ્સ યુએસ અને લંડનમાં મોકલવામાં આવતુું હતું.

બીજી તરફ સાંગલીમાં જપ્ત કરવામાં આવેલ પાર્ટી ડ્રગ્સની અન્ય એફએસએલ મારફતે તપાસ કરાવવા માટે કુમદ ડ્રગ્સના માલિક અભિ‌િજત પ્રભાકરે સુપ્રીમ કોર્ટ સુધી દ્વાર ખખડાવ્યા હતા. જેના પગલે સાંગલીથી પોલીસ જાપ્તા હેઠળ 432 કિલો પાર્ટી ડ્રગ્સ જૂન ર૦૧પમાં અમદાવાદ લાવવામાં આવ્યું હતું. જે પાર્ટી ડ્રગ્સ અમદાવાદ લાવવામાં આવ્યું હતું તેમાંથી કોર્ટના નાઝરની હાજરીમાં સેમ્પલો મેળવીને દિલ્હી સેન્ટ્રલની આવેલી એફએસએલની કચેરીમાં તપાસ માટે મોકલી આપ્યું હતું. જેનો રિપોર્ટ ડિસેમ્બર ર૦૧પના અંતમાં આવ્યો હતો.જેમાં પાર્ટી ડ્રગ્સ નહીં હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આમ ગાંધીનગર એફએસએલ અને દિલ્હીની સેન્ટ્રલ એફએસએલના રિપોર્ટમાં વિરોધાભાસ આવતાં કયો રિપોર્ટ સાચો તે અંગે નવો કાનૂની વિવાદ ઊભો થયો છે. કાયદાકીય નિષ્ણાતોના મતે હવે આરોપીઓ પાર્ટી ડ્રગ્સ નહીં હોવાથી જામીન મેળવા માટે કાર્યવાહી હાથ ધરશે. જ્યારે ડીઆરઆઈ ગાંધીનગર એફએસએલનો રિપોર્ટ સાચો હોય, આરોપીઓ સામે પૂરતા પુરાવા છે ડત્યારે આવા ગંભીર કેસ આગળ ચલાવવા માટે કાર્યવાહી હાથ ધરશે. જોકે આરોપીઓ દ્વારા દિલ્હી એફએસએલનો રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરીને જામીન મેળવવા માટે કાર્યવાહી હાથ ધરાઇ છે.