ગિની ફાઉલથી અમદાવાદમાં ફરીવાર બર્ડફ્લુનું જોખમ, 36 ગામોમાં ચકાસણી

બુધવાર, 4 જાન્યુઆરી 2017 (14:22 IST)

Widgets Magazine
bird flue


અલ્હાબાદથી 6 લોકો (રામતેતર) વેચવા માટે અમદાવાદમાં આવ્યા હતાં. આ બધા ગિની ફાઉલને કોઈ બીમારી થઈ ગઈ છે તેવી આશંકા પછી એ લોકો પક્ષીઓને વસ્ત્રાલમાં છોડીને ભાગી છૂટ્યા હ્તા. આશા ફાઉન્ડેશન દ્વારા આ ગિની ફાઉલનો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તમામને બર્ડ ફ્લૂ પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવતા ફફટાડ ફેલાયો હતો. 800 ગિની ફાઉલને બર્ડ ફ્લૂ પોઝિટિવ જાણીને પશુપાલન વિભાગના હોશ ઉડી ગયા હતા. તરત જ ડોક્ટર્સની ટીમ હાથીજણ પહોંચી. બાદમાં ગિની ફાઉલ સહિત 900 પક્ષીનો નાશ કરાયો હતો. જે રહીશોએ પોતાના ઘરમાં મરઘાં પાળ્યા હશે તેનો પણ નાશ કરવામાં આ‌વશે ઉપરાંત પરિવારજનોની તપાસ હાથ ધરી સાવચેતીનાં પગલાં લેવાશે. અમદાવાદ અને ખેડાના 36  ગામોમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ પણ બનાવી દેવાયો છે.  એમાં 100 એ પક્ષી પણ હતા જે પહેલાથી જ ફાઉન્ડેશનમાં રખાયા હતાં. આશ્ચર્યની વાત એ છે કે ભાગી છૂટ્યા પહેલા અલ્હાબાદના લોકોએ કેટલા ગિની ફાઉલ વેચી નાખ્યા, તેમાંથી કેટલાને બર્ડ ફ્લૂ હતો અને કેટલા લોકોએ તેને આરોગ્યું, આ વાત કોઈ નથી જાણતું. આ 6 જણા કોણ હતા એની પણ કોઈ જાણ હજી સુધી નથી.આ ઘટનાના કારણે 4 વર્ષ પછી અમદાવાદ પર બર્ડ ફ્લૂનું જોખમ તોળાઈ રહ્યું છે. જિલ્લા કલેક્ટરે હાથીજણ આસપાસનો 1 કિલોમીટર વિસ્તાર બર્ડ ફ્લૂ માટે અતિ સંવેદનશીલ અને 10 કિલોમીટર વિસ્તાર અસરગ્રસ્ત જાહેર કર્યો છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ચાર પગ અને સ્ત્રી-પુરુષના અંગો સાથે બાળકનો જન્મ

ઘણીવાર એવી અજાયબીઓ જોવા મળતી હોય છે ત્યારે એવું લાગે કે કુદરત કેવી લીલાઓ કરે છે. સમાજમાં ...

news

Live - 5 રાજ્યોમાં ચૂંટણી એકસાથે કરાવવામાં આવશે, 5 રાજ્યોના ચૂંટણી પરિણામ 11 માર્ચના રોજ જાહેર કરાશે

ચૂંટણી પંચ બુધવારે પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન કરી શકે છે. બપોરે ...

ઝેરીલો સાપ અજગરને ગળી ગયો (વીડિયો)

ઝેરીલો સાપ અજગરને ગળી ગયો (વીડિયો)

news

૪થો રાષ્ટ્રીય કક્ષાનો સીમા અશ્વ મહોત્સવ ૨૦૧૭ - ભારત -પાકની સીમા પર ઘોડાની હણહણાટી

દેશની પશ્ચિમી સીમાના સરહદી તાલુકા સુઈગામનો આર્થિક અને સામાજિક રીતે વિકાસ થાય, પ્રવાસન ...

Widgets Magazine