શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 22 નવેમ્બર 2013 (11:56 IST)

CBSE પરીક્ષાની નવી પેટર્ન, સેમ્પલ પેપર અપલોડ કરાયાં

ગુજરાતી સમાચાર

P.R
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) દ્વારા સમેટિવ એસેસમેન્ટ અને આગામી માર્ચમાં લેવામાં આવનારી બોર્ડની પરીક્ષા માટે અભ્યાસક્રમમાં મોટો મોડીફાઈ (સુધારો) કરવામાં આવ્યો છે, જેના અંતર્ગત સીબીએસઈ દ્વારા મોડીફાઈ (સુધારા) કરેલાં સેમ્પલ પેપર્સને વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવ્યાં છે, જેના લીધે વિદ્યાર્થીઓને નવી પેટર્ન ઉપર થનારા પ્રશ્નો વિશે માહિતી મળી શકશે.

સીબીએસઈ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ૧૦૦ માકર્સનું સેમ્પલ પેપર તૈયાર કરવામાં આવ્યું છે. આ સેમ્પલ પેપરને સોલ્વ કરવા માટે સીબીએસઈ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષામાં ત્રણ કલાકનો સમય આપવામાં આવશે. આ સેમ્પલ પેપરમાં ત્રણથી પાંચ માકર્સના પ્રશ્નો પૂછવામાં આવશે. આ પરીક્ષા પદ્ધતિ મુજબ સીબીએસઈ દ્વારા દરેક વિષયના ત્રણ-ત્રણ પ્રશ્નપત્રોને વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવ્યાં છે. આ પ્રશ્નપત્રો ત્રણ વિભાગમાં એ, બી અને સી ભાગ છે. આ પ્રશ્નપત્રોને વિદ્યાર્થીઓ વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરીને નવી પરીક્ષા પેટર્ન (પદ્ધતિ)ને જોઈ શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ આ પ્રશ્નપત્રોને સોલ્વ કરીને પરીક્ષા પહેલાં પરીક્ષાનું પુનરાવર્તન કરી શકશે.

સીબીએસઈ બોર્ડ દ્વારા સેમ્પલ પેપરને વેબસાઈટ ઉપર અપલોડ કરાતાં આ બાબત વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે મદદરૃપ નિવડશે. સીબીએસઈ દ્વારા ઓનલાઈન પેપર સોલ્વ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેના લીધે વિદ્યાર્થીઓ આ નવી પરીક્ષા પેટર્ન (પદ્ધતિ)માં કેટલા સેટ થઈ શકશે તેનો ખ્યાલ સીબીએસઈને પણ આવશે. જેના કારણે વિદ્યાર્થીઓના પરિણામ પણ સુધરશે.