શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ: , શનિવાર, 14 નવેમ્બર 2015 (10:58 IST)

બિહારથી આવેલ યુવકે મકાન માલિકની પુત્રીને પ્રેગનેંટ બનાવી, પિતાએ યુવક અને ભ્રુણની હત્યા કરી નાખી

વટવાના છાપરા વિસ્તારમાંથી એક સગીરની લાશ અને ભ્રુણ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બિહારથી અમદાવાદ ધંધા માટે આવેલા સગીરે મકાન માલિકની પુત્રીને માતા બનાવતા તેના પિતાએ પ્રેમીની હત્યા કરી નાંખી હતી અને પોતાના ઘર પાસે આવેલા ફળિયામાં દસ ફૂટ ઊંડો ખાડો ખોદીને ભ્રુણ સાથે પ્રેમીને દફનાવી દીધો હતો. આ ગુનામાં વટવા પોલીસે આરોપી મહાવીરસિંહ કુશવાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપી ઉમેશ વોન્ટેડ છે.
 
  મળતી માહિતી પ્રમાણે થોડા સમય પહેલા ચિત્રંજનસિંહ ઉર્ફે દીપુ (ઉ.વ.16) નામનો કિશોર બિહારથી અમદાવાદ ધંધા માટે આવ્યો હતો. તે વટવા જીઆઈડીસીમાં નોકરી કરતો હતો અને અહીંના છાપરા વિસ્તારમાં ભાડે રહેતો હતો. તે જે મકાનમાં રહેતો હતો, તેના માલિકને ત્રણ દીકરીઓ હતી, જેમાંથી એક સાથે તેનો પ્રેમ પાંગર્યો હતો અને બંને વચ્ચે સંબંધો પણ બંધાયા હતા. જેમાં પુત્રી ગર્ભવતી થતાં ભાંડો ફૂટી ગયો હતો. મકાન માલિકે પુત્રીનો ગર્ભપાત કરાવ્યો હતો અને ભાડુઆત સગીરની હત્યા કરી નાંખી હતી. એટલું જ નહીં, ફળિયામાં ખાડો ખોદી ભ્રુણ અને પ્રેમીની લાશ દાટી દીધી હતી.