ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2016 (23:56 IST)

અમદાવાદમાં ઓક્ટોબરમાં યોજાશે કબડ્ડીનો વિશ્વકપ

અમદાવાદમાં હવે કબડ્ડીનો વર્લ્ડ કપ યોજાશે, જેનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં આગામી ઓક્ટોબરમાં યોજાનારા કબડ્ડી વર્લ્ડ કપની પ્રારંભિક મેચમાં સાત વખતની ચેમ્પિયન ભારતીય ટીમ દક્ષિણ કોરિયા સામે ટકરાશે. સાતથી ૨૨મી ઓક્ટોબર સુધી ચાલનારા આ વર્લ્ડ કપનું આયોજન અમદાવાદ શહેરમાં થશે. અમદાવાદમાં ભારતીય ટીમ આઠમી વખત વર્લ્ડ કપ જીતવાના ઇરાદા સાથે ઊતરશે. કોરિયા તરફથી ટોચના ખેલાડીઓ જેન કુન લી અને ટે ડીઓક ઔઇઓમ કબડ્ડી વર્લ્ડ કપમાં ભાગ લેશે. ભારત ઉપરાંત અન્ય ભાગ લેનારી ૧૧ દેશોની ટીમોમાં અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઇરાન, પોલેન્ડ, થાઇલેન્ડ, બાંગ્લાદેશ, દક્ષિણ કોરિયા, જાપાન, આર્જેન્ટિના અને કેન્યાની ટીમો હશે. ૧૨ ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે જેમાં એ ગ્રૂપમાં ભારત સાથે બાંગ્લાદેશ, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિનાનો સમાવેશ થાય છે જ્યારે બી ગ્રુૂપમાં થાઇલેન્ડ, જાપાન, અમેરિકા, પોલેન્ડ અને કેન્યાનો સમાવેશ થાય છે.