શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2016 (16:53 IST)

અમદાવાદને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો 37 લાખનું આંધણ કરાવશે

પરિણામ જૂન ૨૦૧૭માં આવશે અમદાવાદ, ગુરુવાર અમદાવાદને 'હેરિટેજ સિટી'નો દરજ્જો આપવો કે કેમ તે અંગેની યોગ્યતા ચકાસવા માટે માટે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશ્નલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (યુનેસ્કો)ની ટીમ ૨૫ સપ્ટેમ્બરથી છ દિવસ માટે અમદાવાદની મુલાકાતે આવવાની છે. યુનેસ્કોની ટીમના છ દિવસના રોકાણ માટે અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા રૃપિયા ૩૭ લાખથી વધુનો ખર્ચ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી, મુંબઇના દાવાને પાછળ રાખી અમદાવાદનું નામ યુનેસ્કો પાસે 'વર્લ્ડ હેરિટેજ સિટી'ના દાવેદાર તરીકે નામાંકિત કરવામાં આવ્યું હતું. હવે કેન્દ્ર સરકાર દ્વારા મૂકવામાં આવેલી દરખાસ્ત અનુસાર અમદાવાદને 'વર્લ્ડ હેરિટેજ સિટી' ના દાવાની યોગ્યતા ચકાસવા માટે યુનેસ્કોની છ સભ્યોની ટીમ અમદાવાદ આવી રહી છે. નવરાત્રિના તહેવારમાં ખેલૈયાઓએ ખરીદી માટે અન્ય વિકલ્પો પર નજર દોડાવવી પડશે. ભારતીય ઉપખંડમાંથી માત્ર બે જ શહેરને દરજ્જો યુનેસ્કો દ્વારા અત્યારસુધી સમગ્ર વિશ્વમાંથી ૨૮૭ શહેરને 'વર્લ્ડ હેરિટેજ સિટી' નો દરજ્જો આપવામાં આવેલો છે. આ પૈકી ભારતીય ઉપખંડમાંથી માત્ર નેપાળનું ભક્તપુર અને શ્રીલંકાનું ગોલ શહેર જ 'વર્લ્ડ હેરિટેજ સિટી'નો દરજ્જો મેળવવામાં સફળ રહ્યા છે. ૬૦૦ કરતા વધુ વર્ષનો ઈતિહાસ ધરાવતા અમદાવાદ શહેરમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા સંરક્ષિત ૨૮ સ્મારકો અને પોળોની ઐતિહાસિક ધરોહર છે. આ ટીમમાં દિલ્હીની યુનેસ્કોના એક સભ્યનો અને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના કેટલાક સભ્યોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ઇરાનના પણ એક સભ્ય આ ટીમમાં સામેલ હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો આપવાના કેમ્પેઇન અને યુનેસ્કોની ટીમની આગતા-સ્વાગતા માટે રૃપિયા ૩૭ લાખથી પણ વધુનો ખર્ચ કરવામાં આવશે. અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપવા માટેનો મુસદ્દો 'સેપ્ટ' દ્વારા તૈયાર કરવામાં આવેલો છે. આ ઉપરાંત સમગ્ર કેમ્પેઇનની જવાબદારી એક કંપનીને સોંપવામાં આવી છે. આ કંપની જ ડોક્યુમેન્ટરી ફિલ્મ તૈયાર કરવાથી લઇને બેનર્સ ડિઝાઇન કરશે. આ કંપનીએ 'હું અમદાવાદ છું' તેવા બેનર પણ બનાવેલા છે. આ કંપની કેમ્પેઇન માટે કોઇ સેલિબ્રિટીને બોલાવશે તો ખર્ચનો આંક વધુ ઊંચે જઇ શકે છે.