શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 26 સપ્ટેમ્બર 2016 (16:10 IST)

અમદાવાદમાં AMTSની હડતાળમાં ઉગ્ર પ્રદર્શન બાદ લાઠીચાર્જ કરાયો

સફાઇ કામદારોની બાદ આજ સવારથી AMTSના ડ્રાઇવર-કંડક્ટર્સએ અચાનક હડતાળ શરૂ કરી છે, ત્યારે જમાલપુર ખાતે આવેદનપત્ર આપવા ભેગા થયેલા અને પ્રદર્શન કરી રહેલાં ડ્રાઇવર-કંડક્ટર્સની પોલીસે અટકાયત કરી છે. હડતાળને લીધે હજારો લોકો રઝળી પડ્યાં છે. એએમટીએસના વધતા જતા ખાનગીકરણ સામે વિરોધ પ્રદર્શન કરવા આજે સવારની પહેલી પાળીમાં એક હજારથી વધુ ડ્રાઇવર-કંડક્ટર્સ ફરજ પર આવ્યા ન હતા.
ડ્રાઇવર-કંડક્ટર્સની હડતાળને લીધે સ્કૂલ-કોલેજ કે નોકરીએ જનારાઓની હાલત કફોડી થઇ હતી. ગુજરાત મજદૂર સભાના પ્રમુખ અમરીશ પટેલે આક્ષેપ કર્યો છે કે, શાસકોએ એએમટીએસનું ખાનગીકરણ કરીને તેને ભાજપના કોર્પોરેટરો તેમજ નેતાઓને વેચી દેવાનો કારસો રચ્યો છે. દશથી વધુ વર્ષથી ફરજ બજાવતા ડ્રાઇવર-કંડક્ટર્સને તેમનો હક અપાતો નથી.
અમદાવાદ કોર્પોરેશનની બહાર હોબાળો થતાં પોલીસે દેખાવકારો પર લાઠીચાર્જ કર્યો છે. બીજીબાજુ સફાઈ કામદારોએ પણ ઝાડુ દેખાડીને દેખાવો કર્યો હતો. સફાઈ કામદાર અને કંડકટર્સ-ડ્રાઈવરના દેખાવાના લીધે કોર્પોરેશનની ઓફિસ બહાર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે. પ્રદર્શનના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસનો મુખ્ય દરવાજો બંધ કરી દેવાયો છે. એએમટીએસમાં વધતા જતા ખાનગીકરણ સામે વિરોધ પ્રદર્શન કરવા આજે સવારની પહેલી પાળીમાં એક હજારથી વધુ ડ્રાઈવર-કંડક્ટર્સ ફરજ પર આવ્યા નહોતા.
ડ્રાઇવર-કંડક્ટર્સની હડતાળને લીધે સ્કૂલ-કોલેજ કે નોકરીએ જનારાઓની હાલત કફોડી થઇ હતી. ગુજરાત મજદૂર સભાના પ્રમુખ અમરીશ પટેલે આક્ષેપ કર્યો છે કે, શાસકોએ એએમટીએસનું ખાનગીકરણ કરીને તેને ભાજપના કોર્પોરેટરો તેમજ નેતાઓને વેચી દેવાનો કારસો રચ્યો છે. દશથી વધુ વર્ષથી ફરજ બજાવતા ડ્રાઇવર-કંડક્ટર્સને તેમનો હક અપાતો નથી.તાજેતરમાં લેબર કોર્ટ દ્વારા કોન્ટ્રાકટ બેઇઝ ડ્રાઇવર-કંડકટરને રૂ.ચાર હજારનું એરિયર્સ ચૂકવવાનો આદેશ કરાયો હતો. લેબર કોર્ટના આદેશ સામે મ્યુનિ. હાઇકોર્ટમાં ગયું છે.