શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સુરત: , સોમવાર, 30 નવેમ્બર 2015 (10:36 IST)

ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ:એક કોંગ્રેસનો કાર્યકર ઈજાગ્રસ્ત

જિલ્લા પંચાયતની 40 બેઠકો તેમજ 9 તાલુકા પંચાયતની 196 બેઠકો માટે આજરોજ મતદાન શાંતિપૂર્ણ રીતે શરૂ થયું હતું.  દરમિયાન માંગરોળના માલવેણ ગામમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેથી એસીપી સહિતનો કાફલો ઘટનાસ્થળે ઘસી ગયો હતો. ત્યારબાદ ગામમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ભાજપ-કોંગ્રેસ વચ્ચે સર્જાયેલા ઘર્ષણમાં એક કોંગ્રેસનો કાર્યકર ઈજાગ્રસ્ત થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.