ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 જાન્યુઆરી 2017 (12:41 IST)

CA ફાઈનલનું ૧૧.૫૭ ટકા પરિણામ અમદાવાદની વિદ્યાર્થિની દેશમાં ત્રીજા ક્રમે

આઈસીએઆઈ દ્વારા ગત નવેમ્બર-ડિસેમ્બરમાં લેવાયેલી સીએ ફાઈનલનું પરિણામ આજે જાહેર કરવામા આવ્યુ છે.જે ૧૧.૫૭ ટકા રહ્યુ છે.દેશના ટોપ ૫૦ વિદ્યાર્થીમાં આ વર્ષે પ્રથમ નંબરે વિદ્યાર્થીની આવી છે અને ત્રીજા ક્રમે પણ વિદ્યાર્થીની છે.ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીની અમદાવાદની છે.મહત્વનું છે કે આ વખતના પરિણામમાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે .દેશના ટોપ ત્રણ નંબરમાં બે વિદ્યાર્થિની અને દેશના ટોપ ૫૦માં અમદાવાદમાંથી ત્રણ વિદ્યાર્થિની છે. ધ ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટ્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા દર વર્ષે મે-જુન અને નવેમ્બર-ડિસેમ્બર સહિત વર્ષમાં બે વાર સીએ ફાઈનલ, સીપીટી અને સીએ ઈન્ટરમીડિએટની પરીક્ષા લેવાય છે.જે અંતર્ગત ગત નવેમ્બરમાં લેવાયેલી સીએ પરીક્ષાનુ આજે જાહેર થયેલુ પરિણામ ૧૧.૫૭ ટકા રહ્યુ છે.જે ગત મે-જુન પરીક્ષાની સરખામણીેએ ૦.૨૧ ટકા વધુ છે. ઓલ ઈન્ડિયા રેન્ક્માં પ્રથમ ક્રમે ૮૦૦માંથી ૫૯૯ સ્કોર અને ૭૪.૮૮ ટકા સાથે લખનઉની વિદ્યાર્થિની ઈતિ અગ્રવાલ આવી છે.બીજા નંબરે ૫૭૪ માર્કસ અને ૭૧.૭૫ ટકા સાથે ભીવંડીનો વિદ્યાર્થી પિયુષ લોહિયા આવ્યો છે.જ્યારે ત્રીજા નંબરે ૫૬૬ માર્કસ અને ૭૦.૭૫ ટકા સાથે અમદાવાદની વિદ્યાર્થિની જ્યોતિ મહેશ્વરી આવી છે.મહત્વનું છે કે છેલ્લા ઘણી પરીક્ષાઓ બાદ આ વખતના પરિણામમાં પ્રથમ નંબરે વિદ્યાર્થિની અને પ્રથમ ત્રણ નંબરમાં બે વિદ્યાર્થિની આવી છે.ઓલ ઈન્ડિયામાં નવેમ્બરની પરીક્ષામાં ગુ્રપ-૧માં ૩૭૨૦૦ વિદ્યાર્થીમાંથી ૨૬૫૫ પાસ થતા ૭.૧૪ ટકા,ગુ્રપ-૨માં ૩૬૮૯૬ વિદ્યાર્થીમાંથી ૪૫૪૫ પાસ થતા ૧૨.૩૨ ટકા અને બંને ગુ્રપમાં હોય તેવા ૩૬૭૬૮માંથી ૪૨૫૬ વિદ્યાર્થી પાસ થતા બોથ ગુ્રપનું ૧૧.૫૭ ટકા પરિણામ રહ્યુ છે.જ્યારે મે ૨૦૧૬નું ૧૧.૩૬ ટકા અને નવેમ્બર ૨૦૧૫નું માત્ર ૫.૭૫ ટકા રહ્યુ હતું. અમદાવાદ ચેપ્ટરની વાત કરીએ તો અમદાવાદ ચેપ્ટરમાં નવેમ્બર ૨૦૧૬માં ગુ્રપ ૧માં ૨૪૬૧ વિદ્યાર્થીમાંથી ૨૨૮ પાસ થતા ૯.૧૯ ટકા ,ગુ્રપ-૨માં ૨૭૦૯માંથી ૨૮૯ વિદ્યાર્થી પાસ થતા ૧૦.૬૭ ટકા અને બોથ ગુ્રપમાં ૧૪૭૫માંથી ૧૯૮ પાસ થતા બોથ ગુ્રપનું ૧૩.૪૨ ટકા પરિણામ રહ્યુ છે. અમદાવાદ ચેપ્ટરનું પરિણામ મે-૨૦૧૬ની સરખામણીએ ૨.૩૩ ટકા ઘટયુ છે. મેની પરીક્ષામાં ૧૭૩૩ વિદ્યાર્થીમાંથી ૨૭૩ વિદ્યાર્થી પાસ થયા હતા.જો કે અમદાવાદ ચેપ્ટરની વિદ્યાર્થીની સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે અને દેશમાં ત્રીજા ક્રમે આવી છે.પરંતુ ગત પરીણામની સરખાણીએ અમદાવાદમાંથી ઓલ ઈન્ડિયા રેન્કર્સ ઘટયા છે.ગત પરિણામમાં ૧૧ વિદ્યાર્થી ટોપ ૫૦માં હતા જ્યારે આ વખતના પરિણામમાં ચાર વિદ્યાર્થી છે.

અમદાવાદના ચાર રેન્કર્સ
જ્યોતિ મહેશ્વરી    ૩
અનુજા મિસ્ત્રી    ૭
જિનિત ધારિઆ    ૪૬
અનામિકા જૈન    ૫૦