શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ , શનિવાર, 6 ફેબ્રુઆરી 2016 (10:41 IST)

કોંગ્રેસનો આરોપ - અનાર પટેલ સાથે લિંક ધરાવતી કરોડોની જમીન ગુજરાત સરકારે પાણીના ભાવે વેચી હતી ?

રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને તેમની પુત્રી અનાર પટેલ દ્વારા પચાવવામાં આવેલ કથિત જમીન કૌભાંડ મામલે કોંગ્રેસે જોરદાર આક્ષેપો કર્યા છે. 
 
ગુજરાતના મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર જયેશ પટેલની એક કંપની છે. આ કંપની ગીર ગિર સિંહ અભ્‍યારણની નજીક કુલ 400 એકરમાં સ્‍થિત છે જેમાં 250 એકર જમીન કંપનીને 15 રૂપિયા પ્રતિ સ્‍કેવરના હિસાબ આપવામાં આવી હોવાના અહેવાલ મળ્‍યા છે. અનાર પટેલ પોતાને સોશિયલ વર્કર અને ઉદ્યોગ સાહસિક તરીકે ગણે છે. અનાર પટેલે રજિસ્‍ટ્રાર ઓફ કંપનીને જે સૂચના આપી છે તેમાં તેમના અને તેમના બિઝનેસ પાર્ટનરો વચ્‍ચે અનેક લેવડદેવડ જોઇ શકાય છે. એક અગ્રણી અંગ્રેજી અખબારને આ અંગેની માહિતી પ્રાપ્ત થઇ છે. હકીકતમાં વાઇલ્‍ડ વુડ્‍સ એન્‍ડ રિયાલીટીને ગુજરાત સરકારે વર્ષ 2010-11માં 250 એકર સરકારી જમીન આપવામાં આવી હતી. ત્‍યારથી જ અનાર પટેલની કંપની અને વાઇલ્‍ડવુડ્‍ઝ વચ્‍ચે લેવડદેવડ શરૂ થઇ હતી. વાઇલ્‍ડવુડઝના વર્તમાન પ્રમોટર્સ દક્ષેશ શાહ અને અમોલ શ્રીપાલ શેઠ અનાર પટેલના બિઝનેસ પાર્ટનર છે. આ સંદર્ભમાં જોડાયેલા તમામ લોકો મુખ્‍યમંત્રી, તેમના પુત્રી, અનારના બિઝનેસ પાર્ટનરો અને ગુજરાતના રેવેન્‍યુ સેક્રેટરી સાથે વાતચીત કરી હતી પરંતુ ગુજરાત સરકાર તરફથી કોઇ પ્રતિક્રિયા મળી નથી. અનાર પટેલ, દક્ષેશ શાહ અને શ્રીપાલ શેઠે પ્રશ્‍નોના જવાબ આપ્‍યા હતા અને તમામે આ બાબત ઉપર ભાર મુક્‍યો હતો કે, તમામ લેવડદેવડ કાયદાકીય રીતે હતી. 
 
અંગ્રેજી અખબાર પ્રમાણે વાઈલ્ડ્વુદ રિસોર્ટ અને રિયાલટી પ્રા.કિ. 2008માં દુબઈના વેપારી અને અમરેલીમાં ભાજપ સાથે સંકળાયેલા સંજય ધણાક દ્વારા બનાવવામાં આવી હતી. આ કંપનીએ ધારી બ્લોકમાં રિસોર્ટ પ્રવાસનના વિકાસ માટે સરકારી જમીન મેળવવા અરજી કરી હતી. સરકારે કંપનીને 2010માં 245.62 એકર જમીન ફાળવી આપી હતી અને તેને ખેતી હેતુ તબલિલ પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે આ સમય દરમિયાન ગુજરાત સરકારમાં આનંદીબહેન પટેલ રેવન્યુ મિનિસ્ટર હતા. 
 
સૂત્રો જણાવે છે કે રેલીશ ફાર્માર્મા આનંદી બહેનના પુત્રી અનાર પટેલ પણ ભાગીદાર છે. એ સિવાય અમોલ શેઠની બીજી એક કંપની આહના સોલર પ્રાઈવેટ લિમિટેડમાં પણ અનાર પટેલ ડાયરેક્ટર રહી ચુક્યા છે. 
 
અનાર પટેલની આ અનાર પ્રોજેક્ટ કંપનીએ દક્ષેશ શાહની ભાગીદારીવાળી ઈનોવેટીવ ઈંફ્રાપ્લ્સ કંપનીએ 2.95 કરોડ રૂપિયા આપ્યા છે.  દક્ષેશ શાનની કંપનીએ અનાર પટેલને 20 લાખ રૂપિયા એડવાંસ આપ્યા છે.   ગુજરાત પ્રદેશના કોગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ એક પ્રેસ કોન્ફરેંસને સંબોધિત કરતા જણાવ્યુ હતુ કે વાઈલ્ડવુડ રિસોર્ટ અને રિયાલટી પ્રા.લિએ ગીર અભ્યારણ્યની બાજુમાં અમરેલી જીલ્લાના ધારી તાલુકામાં સરકારી જમીન પાણીના ભાવે ફાળવી.  બિનખેતીની મંજૂરી-રિસોર્ટની મંજુરી કૌભાડ વગેરે કૌભાંડોમાં મુખ્યમંત્રી આનંદીબહેનની પુત્રી અનાર પટેલની સંડોવણી ખુલ્લી પડતા આનંદીબેન પટેલે રાજીનામુ આપવુ જોઈએ.