ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 18 સપ્ટેમ્બર 2014 (12:21 IST)

શાળાઓમાં ૨૦મી ઓક્‍ટોબરથી ૨૧ દિવસનું દિવાળી વેકેશન

૨૦મી ઓક્‍ટોબરથી રાજ્‍યની તમામ પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશનનો પ્રારંભ થશે. આ દિવાળી વેકેશન ૨૧ દિવસનું રહેશે. એટલે કે ૧૧ નવેમ્‍બરથી શાળાઓમાં વેકેશન પૂર્ણ થશે અને બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. શિક્ષણ વિભાગના આ કાર્યક્રમના અમલ માટે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને પરીપત્રો મોકલી આપવામાં આવ્‍યા છે.

   આ વેકેશન ૨૧ દિવસનું રહેશે ત્‍યાર બાદ ૧૧ નવેમ્‍બરથી પ્રાથમિક શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. આ વેકેશનના ૧૦ દિવસ પૂર્વે તમામ શાળાઓએ પરીક્ષાઓ પૂર્ણ કરવાની રહેશે. આ પરીક્ષાની કામગીરી પૂર્ણ થયા પછી ત્રણ દિવસ માટેનો શિક્ષણ તાલીમ કાર્યક્રમ યોજાશે. અગાઉ ૨૦મી ઓક્‍ટોબરથી દિવાળી વેકેશન શરૂ થતું હોવાને મોટાભાગની શાળાઓમાં ૧૮ ઓક્‍ટોબર સુધીમાં પરીક્ષાઓ પૂર્ણ કરાય તેવું આયોજન કરાયું હતું. પરંતુ રાજ્‍ય સરકારના નવા આદેશ બાદ તમામ શાળાઓને પરીક્ષાના કાર્યક્રમ બદલવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગમાં સાયન્‍સના પહેલા અને ત્રીજા સેમેસ્‍ટરની બોર્ડની પરીક્ષા આગામી ૧૩ ઓક્‍ટોબરથી ૧૮મી ઓક્‍ટોબર દરમ્‍યાન લેવામાં આવનાર છે. બીજી બાજુ સર્વ શિક્ષા અભિયાન હેઠળ સેવાકાલીન તાલીમ માટે અગાઉ ૧૦ દિવસની તાલીમ શિક્ષકો માટે નક્કી કરાઈ હતી. જ્‍યારે બાકીના ત્રણ દિવસની તાલીમ દિવાળી વેકેશન પહેલા પૂર્ણ કરવાની હતી ત્‍યારે હવે પ્રાથમિક શાળાની પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરીને ૧૫મી ઓક્‍ટોબરથી ૧૭ ઓક્‍ટોબર દરમિયાન શિક્ષકો માટે ત્રણ દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્‍યું છે.