Widgets Magazine
Widgets Magazine

આગામી ચૂંટણીમાં પાટીદારો, ઠાકોર-OBC અને 'આપ' પડકારરૂપ હોવાથી ભાજપમાં ગભરામણ

શુક્રવાર, 20 જાન્યુઆરી 2017 (12:31 IST)

Widgets Magazine
gujarat election

આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે મોટો પડકાર બની રહેવાની હોવાનું હવે ખુદ ભાજપના નેતાઓ સ્વીકારતા થયા છે. ખાસ કરીને પાટીદારો, ઠાકોર અને OBCસમાજ તેમજ કેજરીવાલનાં આમ આમ આદમી પાર્ટી દ્વારા ઉભા કરાયેલા આંદોલન કે પ્રશ્નોને લઇને ભાજપમાં અત્યારથી જ ભય પ્રવર્તી રહ્યો છે. જેથી ચૂંટણી જીતવા માટે અત્યારથી જ ગ્રાસરૃટ લેવલની તૈયારીઓ શરૃ કરી દેવાઇ છે.

મતદારોને પોતાના તરફ ખેંચવા માટેની કવાયતના ભાગરૃપે વોર્ડ પ્રમુખો, મતદાર યાદીનાં પેજ પ્રમુખો જેવા હોદ્દેદારો સાથેની મીટીંગ શરૃ થઇ ગઇ છે. વોર્ડ પ્રમુખથી માંડીને શક્તિ કેન્દ્ર, મહામંત્રીઓને  SMSકરી મીટીંગમાં બોલાવવામાં આવે તેમજ સૂચના અપાઇ રહી છે કે, તમે બધા અત્યારથી જ કામે લાગી જાવ. સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ પ્રચાર કરો. લોકોની નાની-મોટી સમસ્યાઓ દૂર કરો.
મતદાર યાદી સાથે રાખીને પેપર વર્ક કરવાની સૂચના અપાઇ છે. આ યાદીના એક પેજ પર ૪૮ મતદારો હોય છે. આથી ૧ પેજ દીઠ 'પેજ પ્રમુખ' નક્કી કરાઇ રહ્યા છે. તેઓને ચોક્કસ જવાબદારી સોંપવામાં આવી છે. પેજ પ્રમુખોએ મતદારોને તેનાં ઘરથી મતદાન બુથ સુધી લાવવાનો રહેશે અને ભાજપની તરફેણમાં મત નાખે તેવો માહોલ ઉભો કરવાનો રહેશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
આગામી ચૂંટણી. પાટીદારો ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ક્રિકેટ સમાચાર ' પડકારરૂપ ઠાકોર-obc Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarat News Rajkot News Cricket News Latest Gujarati Samachar Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર 20મી ફેબ્રુઆરીએ રજુ થશે

વિજય રૃપાણીનું પ્રથમ બજેટ, રાહતોથી ભરપૂર બજેટ માટે કેન્દ્ર-રાજ્યના નિષ્ણાતોનું માર્ગદર્શન ...

news

સુરતના કાળાધનના કુબેર જિગ્નેશ ભજીયાવાલાની ઇડીએ ધરપકડ કરી

સુરતના કાળાધનના કુબેર કિશોર ભજીયાવાલાના પુત્ર જિગ્નેશ ભજીયાવાલાની ઇડીએ ધરપકડ કરી છે. ...

news

ટ્રમ્પ આજે લેશે શપથ, પૂર્વ ગવર્નર અને તેમના જમાઈ પણ બનશે ટીમમા જોડાશે

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે શપથ લેશે. અમેરિકામાં 50થી વધુ ...

news

'એક ભારત શ્રેષ્ઠ ભારત" થીમ આધારિત પ્રવાસન સમિટનું કાઉન્ટડાઉન શરૂ કરાયું

ગત વર્ષે કચ્છનાં સફેદ રણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં દેશભરના ઉચ્ચ પોલીસ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine