Widgets Magazine
Widgets Magazine

ડિજિટાઇઝેશન ક્ષેત્રે વિશ્વની અગ્રગણ્ય કંપની સિસ્કો - CISCO અને ગુજરાતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ગિફ્ટ સિટી વચ્ચે સ્માર્ટસિટી ડેવલપમેન્ટના મહત્વાકાંક્ષી MoU સંપન્ન

શુક્રવાર, 16 ડિસેમ્બર 2016 (12:05 IST)

Widgets Magazine
gift city mouમુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેકસિટી - GIFTને સ્માર્ટ સિટી તરીકે ડેવલપ કરવાના  MoU- સમજૂતિ કરાર વિશ્વવિખ્યાત કંપની સિસ્કો- CISCO સાથે આજે સંપન્ન થયા હતાં. 

આ સમજૂતિ કરાર અન્વયે ભારતના સર્વપ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટસિટી એવા ગિફ્ટ સિટી કેમ્પસમાં પબ્લિક વાઇ-ફાઇ, સ્માર્ટ પાર્કિંગ, સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશન, ટ્રાફિક એનાલિટીક્સ તથા રિમોટ એક્સ્પર્ટ સર્વિસિઝ CISCO સાથે સંયુક્ત રીતે વિકસાવવામાં આવશે. 

આ ઉપરાંત અહીં સ્માર્ટ કિયોસ્ક, સ્માર્ટ એન્વાયરમેન્ટલ સેન્ટર્સ જેથી વાતાવરણના પ્રદુષણ, ધ્વનિ પ્રદૂષણ વગેરેની માત્રા જાણી શકાય તે સિટી ડિજિટલ પ્લેટફોર્મ સાથે કાર્યરત્ કરાશે. ગાંધીનગરમાં વાહન યાતાયાત-પરિવહન અને તેના નિયમન-નિયંત્રણની અસરકારકતા માટે સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની પણ સ્થાપના આ MoU અંતર્ગત કરવાની છે. 

gift city

આ ઉપરાંત ગિફ્ટ સિટીમાં શહેરી સેવાઓના અસરકારક અમલ માટે વિસ્તારી શકાય એવા મોડેલના નિર્માણ હેતુ સિસ્કો સ્થાનિક ઇકોસિસ્ટમ સોલ્યૂશન પ્રોવાઇડર્સ સાથે સહયોગ સાધવાનો ધ્યેય ધરાવે છે. 

આ પ્રોજેક્ટમાં સિસ્કોના વૈશ્વિક તજજ્ઞતા અને ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનો, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT)ના ક્ષેત્રમાં, મોબાઇલ ટેક્નોલોજી એન્ડ એપ્લિકેશન્સ, ક્લાઉડ કમ્પ્યૂટિંગ એન્ડ ડેટા એનાલિસિસમાં વિનિયોગ થશે. સિસ્કો ગિફ્ટ સિટી માટે ખાસ નવી એપ્લિકેશન્સ વિકસાવવા માટે પણ ઇકો સિસ્ટમ પાર્ટનર્સનો સહયોગ લેશે, તેમ પણ આ સમજૂતિ કરારમાં નક્કી થયું છે. 

વર્તમાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગાંધીનગર નજીક અંદાજે ૮૬૨ એકર કેમ્પસમાં આકાર પામેલો આ ગિફ્ટ સિટી પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાની બિઝનેસ ડેવલપમેન્ટ સુવિધાઓ ધરાવે છે. 
વિશ્વવ્યાપી નાણાં સંસ્થાઓ, પ્રતિષ્ઠિત બેન્કો તથા વ્યવસાયિકો, મુલાકાતીઓ માટે શ્રેષ્ઠતમ્ માળખાકીય સગવડો પણ અહીં ઉપલબ્ધ છે. હવે સિસ્કોની સહભાગિતાથી ગિફ્ટ સિટી વિશ્વના ડિજિટાઇઝ્ડ સિટીઝ માટે મોડેલરૂપ સ્માર્ટસિટી બનવાની સંભાવનાઓ ઉજ્જવળ બની છે. 

આ પ્રસંગે મુખ્ય સચિવશ્રી ડૉ. જે. એન. સિંહ, ઉદ્યોગના અધિક મુખ્યસચિવ શ્રી પી. કે. તનેજા, સિસ્કોના પ્રેસિડેન્ટ શ્રી દિનેશ મલકાની, ગિફ્ટના સીઇઓ શ્રી અજય પાંડેય તથા આઇક્રિયેટના સીઇઓ શ્રી અનુપમ ઝલોટે ઉપસ્થિત રહ્યા હતાં.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત ન્યુઝ સમાચાર

news

રૂ. ૧૨૧ કરોડના ખર્ચે નિર્માણ પામશે અદ્યતન સુવિધાઓ સાથેની વિઘાનસભા

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના વિધાનસભા ગૃહને લોકશાહીનું સર્વોચ્ચ મંદિર ગણાવતા ...

news

અપનાવો ડિઝિટલ પેમેંટ અને જીતો ઈનામ, લકી ગ્રાહક યોજના લૉન્ચ

બજેટ પહેલા જ સરકારે રાહતોની જાહેરાતથી જનતાને પંપાળવાની કોશિશ શરૂ કરી દીધી છે. હવે ફોકસ ...

news

ક્રિકેટર જાડેજાનાં રેસ્ટોરન્ટ "જડ઼ુસ"નું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર ભારતીય ટીમના ગુજ્જુ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની "જડ઼ુસ" નામની ...

news

નોટબંધીને લીધે એમ્બ્રોઇડરીનો ધંધો પડી ભાંગતા હજારો લોકોની આજીવિકા છીનવાઇ

નોટબંધીને લીધે અમદાવાદ શહેરમાં એમ્બ્રોઇડરીનો ધંધો પણ ઠપ્પ થયો છે. ભરતકામ, ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine