Widgets Magazine
Widgets Magazine

દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં “કચ્છની કલા, સંસ્કૃતિ અને જીવન શૈલી” વિષયક ટેબ્લો રજૂ થશે

સોમવાર, 23 જાન્યુઆરી 2017 (12:04 IST)

Widgets Magazine
kutch


પ્રજાસત્તાક દિન  નિમિત્તે આગામી ૨૬મી જાન્યુઆરીએ નવી દિલ્હી ખાતે યોજાનાર રાષ્ટ્રીય પરેડમાં આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા “કચ્છની કલા, સંસ્કૃતિ  અને જીવન શૈલી” વિષય ઉપર સુંદર ટેબ્લો રજૂ કરવામાં આવશે. દિલ્હીના રાજપથ માર્ગ ઉપરથી દબદબાભેર પસાર થનાર આ રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત તરફથી રજૂ થનાર આ ટેબ્લોમાં આગળના ભાગે કચ્છી ભરતકામ કરતી મહિલાને આબેહુબ રીતે પ્રદર્શિત કરવામાં આવી છે.
kutch

કચ્છમાં ૧૬ પ્રકારના ભરતકામ સુપ્રસિદ્ધ થયેલા છે અને આજે કચ્છના આ ભરતકામને વિશ્વભરમાં નામના મળી છે. કચ્છમાં આવતા વિદેશીઓ આ ભરતકામના વિવિધ નમૂનાઓ ખરીદીને ખાસ સંભારણા તરીકે સાચવી રાખે છે. ભરતકામની બનેલી અનેકવિધ ચીજવસ્તુઓ ભેટ તરીકે પણ આપવામાં આવે છે.ટેબ્લોના  પાછળના ભાગમાં મોચી ભરતકામ કરતાં કચ્છી કલાકારો, કચ્છી ભરતકામની શણગારેલું કચ્છી ઊંટ, કચ્છની વિશ્વપ્રસિદ્ધ  રોગન કલા ઉપરાંત રણમાં ગરમી ઠંડી સામે રક્ષણ આપતું કચ્છનું પરંપરાગત નિવાસસ્થળ “ભુંગો” કચ્છની વિવિધ કલા-કસબની સજાવટ સાથે આબેહુબ રીતે પ્રદર્શિત કરવામાં આવ્યો છે. કચ્છના આ ભુંગોએ પણ તેની માટી કલા દ્વારા કચ્છને વિશ્વ ભરમાં એક વિશિષ્ટ ઓળખ અપાવી છે. 
kutch

કચ્છની દરેક સંધ્યા કચ્છના પરંપરાગત લોક વાદ્યોથી સુમધુર હોય છે. કચ્છના  
મોરચંગ, નાગફણી, સુરંઘો, બોરિધો જેવા વાદ્યોને પણ ટેબ્લોના પાછળના ભાગમા પ્રદર્શિત કરવામાં આવ્યાં  છે. ટેબ્લોની સાથે સાથે કચ્છની વેશભૂષામાં સુસજ્જ કલાકારો પરંપરાગત લોક નૃત્યો   “રાસ”ની રમઝટ પણ જમાવશે. માહિતી નિયામક શ્રી એ.જે.શાહ (IAS), અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલ, નાયબ માહિતી નિયામક (જાહેર ખબર) શ્રી પંકજ મોદી તથા નાયબ માહિતી નિયામક (ફિલ્મ)  શ્રી મુકુંદભાઇ પટેલના માર્ગદર્શન પ્રમાણે અમદાવાદના સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવર્ટાઇઝિંગ પ્રા. લી. ના શ્રી સિદ્ધેશ્વર કાનુગા તથા તેમની ટીમે આ ટેબ્લો નિર્માણ કરેલ છેWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

UP ELECTION 2017: સપા-કોંગ્રેસ મળીને લડશે ચૂંટણી, આટલી સીટો પર હશે ટીમ રાહુલ

તમામ ઉતાર ચઢાવ અને આશા-નિરાશસ પછી ઉત્તર પ્રદેશમાં સતારૂઢ સમાજવાદી પાર્ટી(સપા)અને કોંગ્રેસ ...

news

જલીકટ્ટુ Live - પોલીસે પ્રદર્શનકારીઓને બળજબરીથી હટાવ્યા તો ગાવા લાગ્યા રાષ્ટ્રગીત

તમિલનાડુમાં જલીકટ્ટૂ પર લાગેલ રોક હટાવવા માટે અધ્યાદેશ લાવ્યા પછી પણ લોકોનુ પ્રદર્શન ચાલુ ...

news

મુલાયમ સિંહ યાદવ ગેરહાજરીમા અખિલેશ યાદવે સમાજવાદી પાર્ટીના ઘોષણાપત્ર રિલીઝ કર્યો

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવે રાજ્યમાં વિધાનસભાની આગામી ચૂંટણી માટે એમની ...

news

આંધ્ર પ્રદેશ - હીરાખંડ એક્સપ્રેસના સાત ડબ્બા પાટા પરથી ખડી પડતાં 32નાં મોત

આંધ્ર પ્રદેશના વિઝિયાનગરમ જિલ્લાના કુનેરુ સ્ટેશન નજીક ગઈ કાલે રાતે લગભગ 11.30 વાગ્યાના ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine