શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 15 જાન્યુઆરી 2015 (15:47 IST)

આવી ઉત્તરાયણ ન જોઈએ.. અકસ્માતના 2,789 બનાવો, ગળા કપાયા અને ટેરેસ પરથી પટકાયા

ઉત્તરાયણમાં પતંગ ચડાવવાની મજા અનેક લોકોને ભારે પડી હતી. ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે 2.789 અકસ્માતના બનાવો બન્યા હતા. જેમા એક વ્યક્તિનુ મોત નીપજ્યુ હતુ. 108 ઈમરજંસી સર્વિસના ચીફ જસવંત પ્રજાપતિ કહે છે કે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં પતંગની દોરીથી બચવા ગયેલા એક અજાણ્યા વ્યક્તિનુ પટકાઈ જતા મોત થયુ છે. અમદાવાદ અને સુરતમાં અકસ્માતના 400 કેસ એક જ દિવસમાં બન્યા છે. 
 
ઉત્તરાયણના દિવસે અકસ્માતના જે કેસ બન્યા તેમા મોટાભાગના કેસો કાચથી રંગાયેલી દોરીના કારણે બન્યા હતા. દોરીથી બચવા અનેક લોકોના માર્ગ અકસ્માત થયા. એ સિવાય પતંગ  કાપવાની બાબતે પણ અનેક સ્થળોએ મારામારી અને ઝગડાના બનાવ બન્યા. 
 
અમદાવાદમાં 76 રોડ અકસ્માત અને 22 કેસ દોરીથી ગળુ કપાઈ જવાના બન્યા. 21 હુમલો થવાના અને જ્યારે 38 લોકો ધાબા પરથી પટકાઈ ગયા હતા. 
 
સુરતમાં રોડ અકસ્માતમાં 52 કેસ. હુમલાના 7 કેસ અને 10 કેસ દોરીથી ગળુ કપાઈ જવાના છે. જ્યારે ટેરેસ પરથી પડવાને કારણે 20 કેસો નોંધાયા હતા. 
 
 
વડોદરામાં 39 કેસ માર્ગ અકસ્માત. 9 કેસ ગળા કપાઈ જવાના. 13 બનાવો ધાબેથી પડી જવાના અને 3 હુમલાના બનાવો બન્યા હતા. 
 
રાજકોટમાં 12 કેસ રોડ એક્સીડંટ. ધાબેથી પટકાવવાના 20 કેસ. 4 બનાવો ગળુ કપાઈ જવાના અને હુમલાના 4 બનાવો બન્યા હતા.