ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 28 ઑક્ટોબર 2014 (12:16 IST)

નીલોફર સાઈક્લોન અપડેટ - ગુજરાત સુધી આવતા ઠંડુ પડશે

નીલોફર વાવાઝોડુ નાલિયાથી દક્ષિણ-પશ્ચિમે 885 કિલોમીટૃર દુર છે. હવામાન ખાતાએ જણાવ્યુ છે કે નિલોફર સુપર સાયક્લોન કેટેગરીથી ઓછી છે. નિલોફરની તીવ્રતા 24 કલાક દરમિયાન ઓછી થશે.  અને તે કરાંચી બાજુ ફંટાઈ જશે. કેન્દ્રના હવામન ખાતાએ ગુજરાતના લોકોએ નિલોફરથી ડરવાની જરૂર નથી. હુડહુડ કરતા નિલોફરની તીવ્રતા ઓછી છે અને તે ગુજરાત પહોંચશે ત્યા સુધી નબળુ પડી જશે. 
 
- 31 ઓક્ટોબર સુધી વાવાઝોડુ ત્રાટકવુ શક્ય 
 
- ગુજરાત રાજ્યનુ સરકારી તંત્ર કામે લાગ્યુ. નેશનલ ડિઝાસ્ટર રીલીફ ફોર્સની 10 ટીમો ગોઠવાઈ. દરિયા કિનારાના જીલ્લાઓના કલેક્ટરોએ મીટિંગનો દોર શરૂ કર્યો. હજારો લોકોએ સ્થાળાંતર કરવાની તૈયારીઓ શરૂ
 
- કચ્છના દરિયા કિનારે સૌથી વધુ નુકશાન થવાની શક્યતા. ઓખા બંદરની આજુબાજુ કલ્યાણપુરા હર્ષલ ગામોમાંથી 50000 લોકોને ખસેડવાની તૈયારીઓ શરૂ કરાઈ.  
 
- દરિયા કિનારે ચેતવણી આપતુ 3 નંબરનું સિગ્નલ ચાલુ કરાયુ. માછીમારોને દરિયાના ખેડવા સરકારી તંત્રની ચેતવણી હજારો બોટો બંદરો પર પરત ફરી રહી છે. 
 
- પવિત્ર સ્થાન દ્વારાકાના દર્શને આવતા શ્રદ્ધાળુઓને 31 ઓક્ટોબર પહેલા પોતાના વતન પાછા ફરવા કલેક્ટરની અપીલ 
 
- અમદાવાદ ફાયરબ્રીગેડ ટીમના 105 જવાનોને તૈનાત કરાયા.