મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 28 સપ્ટેમ્બર 2016 (15:06 IST)

દલિત નેતા જિગ્નેશ મેવાણી સહિત નવ લોકો સામે ગુનો દાખલ કરાયો

અમદાવાદમાં મંજૂરી વગર દેખાવો કરવા બદલ જીગ્નેશ મેવાણી સહિત નવ લોકોની ધરપકડ કરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દલિત આંદોલન ધીરે ધીરે પાટીદાર આંદોલનમાં પરીવર્તિત થવાના એંધાણ આવી જતી ગુજરાત સરકાર દ્વારા આવા નાના-નાના આંદોલન પર પણ વોચ રાખવામાં આવી રહી છે ત્યારે અહિંસક આંદોલન હિંસક બળવામાં ન ફેરવાઈ જાય તેની પૂરતી પેરવી કરવામાં આવી રહી છે. આ દરમિયન દલિત નેતા જીગ્નેશ મેવાણી અને તેના ટેકેદારોની પોલીસ પરવાનગી વગર સભાઓ યોજવા, વિરોધ પ્રદર્શિત કરવા અને પોલીસને અસહાકાર આપી તોડફોડ કરવાના આરોપ સર અટકાયત કરી છે એટલુ જ નહી પરંતુ તેમના પર આ અંગેનો ગુનો દાખલ કરી અવનવી કલમો પણ લાગુ કરવમાં આવી છે. 250 લોકો સામે ફરિયાદ નોંધીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા સફાઈ કામદારો અને એએમટીએસના કંડકટરોએ ગાયકવાડ હવેલી ખાતે વિરોધ પ્રદર્શિત કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે ટોળા પર કાબૂ કરવા જતા સંઘર્ષમાં ઉતર્યા હતા અને ઈન્કમટેક્ષ પાસે પણ કોઈ પણ જાતની પૂર્વ પરવાનગી વગર જ વિરોધ પ્રદર્શન માટે લોકો જમા થયા હતા પોલીસે આ અંગે જવાબદાર લોકોની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.