બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : બુધવાર, 20 જુલાઈ 2016 (18:26 IST)

ગુજરાતમાં દલિતોનો દાવાનળ- સૌરાષ્ટ્ર-ગુજરાતમાં બંધને મિશ્ર પ્રતિસાદ

- ભાવનગરમાં પણ બંધના પડઘા પડ્યા... કેટલાક સ્થાન પર પત્થરમારો 
- પિડીત દ્વારા દલિત સમાજને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી 
 - ગુજરાતમાં દલિતો પર અત્યાચાર વધ્યા છે - શંકરસિંહ સોલંકી 
- અમદાવાદ - અમરાઈવાડીમાં ટોળાનો પત્થરમારો 
-  સ્વસ્તિક ચાર રસ્તા પાસે પત્થરમારો ટોળાને વિખેરવા પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા
- બોટાદ - શહેરમાં 144 કલમ લાગૂ કરવામાં આવી 29 જુલાઈ સુધી શહેરમાં 144 કલમ લાગૂ કરવામાં આવી 
-  અલ્પેશ ઠાકોરે ગુજરાતમાં શાંતિ જાળવવા માટે કરી અપીલ 
- આલીમની ખડકી પાસે થયો પત્થરમારો .. 
- આનંદીબેન પટેલ રાજકોટની મુલાકાતે 
- અમદાવાદ - દલિત અત્યાચાર મામલે ગુજરાત બંધ. દલિત પેન્થર પાર્ટી દ્વારા આપવામાં આવ્યુ હતુ બંધ 
- ઉના ઘટનાને પગલે 40થી 50 લોકો ઉપવાસ પર ઉતર્યા છે. દલિતોની એવી માંગ છે કે મુખ્યમંત્રી ઉપવાસ છાવણીની પણ મુલાકાત લે અને ઉપવાસ પર બેઠેલા લોકોની માંગ સાંભળે. સમગ્ર ઉના અને સમઢીયાળા પંથક પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
 
- ગુજરાત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ઉનાનું સમઢીયાળા સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું. જ્યારે જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર સહિત બીજા જીલ્લા પણ બંધમાં જોડાયા હતા.  

- સરખેજમાં દેખાવો કરતા 20 લોકોની અટકાયત કરાઈ
- ચાંદલોડીયામાં દલિતો રસ્તા પર, મહિલાઓ થાળી-વેલણ સાથે જોડાઇ
- ગીરધરનગર બ્રિજ બંધ કરાયો, હાટકેશ્વર પાસે ટોળાએ મિલ્ક વાનના કાચ તોડ્યા
- વ્યાસવાડી, સીજી રોડ પર ટોળાએ દુકાનો બંધ કરાવી
- પથ્થમારાના પગલે 125 બસો ડાયવર્ટ કરાઇ, 28 બસોના રૂટ ટૂંકાવ્યા 
- વિરોધ કરી રહેલા 'આપ'ના 60 કાર્યકરોની અટકાયત
- સારંગપુર પાસે દેખાવો કરી રહેલા 76ની અટકાયત
- સૈજપુર વિસ્તારમાં ચક્કાજામ, ટોળાએ BRTS અને વહાનો રોક્યાં
- અમદાવાદની 138 નંબરની બસ પર શારદાબેન હોસ્પિટલ નજીક પથ્થરમારો
- અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં શાળા બંધનું એલાન આપવામાં આવ્યું છે
- કલાપીનગરમાં ટોળાએ શાળાઓ, AMTSની બસો પણ બંધ કરાવવામાં આવી છે.
- જુનાવાડજ ચાર રસ્તા પાસે દલિત આગેવાન 10 વાગે જુનાવાડજ ચક્કાજામ કરી શકે છે.
- આજના ગુજરાત બંધને જન સંધર્ષ મંચ સાથે જોડાયેલા અમદાવાદ મહાનગર નિગમના સફાઈ કામદારો સમર્થનમાં. સફાઈ કામદર પોતાનું કામ આજે નહીં કરે અને રસ્તાઓ પર સફાઈ નહીં કરે. 
-દાણીલીમડા, બહેરામપુરા સંપૂર્ણ બંધ
-શહેરકોટડા ડી સ્ટાફ ઓફિસની બહાર ટોળાએ ટાયર સળગાવ્યાં
-ચાંદખેડામાં લોકો રેલી બાદ રસ્તા પર જ બેસી ગયા,  મોટાભાગની દુકાનો બંધ 
-કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ બંધમાં જોડાયા, કામગીરીથી અળગા 
-મણિનગરથી દાણીલીમડા BRTS રૂટ બંધ કરવામાં આવ્યાં છે.
-બાપુનગર, જૂનાવાડજ  સહિતના મોટભાગના વિસ્તારોમાં ટોળાએ દુકાનો, બસો બંધ કરાવી. 
-સરસપુર,બાપુનગર રોડ બંધ, અનિલ સ્ટાર્ચ રોડ,નૂતન મિલ રોડ બંધ કરાવાયો અને બસોનો રૂટ કાલુપુર સુધી ટુકાવાયો છે. 
મિરઝાપુરમાંથી પસાર થતી તમામ AMTS બસને તંત્રએ ઈનકમ ટેક્સથી ડાયવર્ટ કરાવાઈ. AMTSની 11 રૂટની 50થી વધારે બસો ડાયવર્ટ કરવામાં આવી છે.
-અમદાવાદમાં પૂર્વ વિસ્તારની કેટલીક શાળાઓ બંધ કરાવવામાં આવી છે.
-ગીતામંદિર વિસ્તારમાં દુકાનો બંધ કરાવવામાં આવી.
-ચાંદખેડામાં સજ્જડ બંધ,દલિતોએ કાઢી જનાક્રોશ રેલી.
-અમદાવાદના સાળંગપુર વિસ્તારમાં દેખાવો કરી રહેલા 50 દલિતોની પોલીસે અટકાયત કરી






- કલેક્ટર કચેરીમાં બે દલિતોએ કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, બંને યુવકોને સારવાર માટે ખસેડાયા 
- રાજકોટ - કોંગ્રેસના કાર્યકરોના ધરણા, દલિતોની ન્યાયની માંગ 
-  કલેક્ટર કચેરીમાં 15000થી વધુ લોકો એકત્ર થયા 
- પાટણ - લોકોના ટાળાએ એસટી બસો બંધ કરાવી ટોળુ બન્યુ તોફાની 
- કોંગ્રેસ દલિત મુદ્દે નાટક કરી રહી છે - માયાવતી 
- સારંગપુર ખાતે AAP કાર્યકર્તાઓનુ વિરોધ પ્રદર્શન 
- રાજકોટ - ભાજપાના નેતા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, પીડિત દલિત સમાજના લોકોની મુલાકાત લેશે 
- અમરેલી - ધારીમાં દલિત સમાજનો અનોખો ચેહરો 
- ધારીના આગેવાનોએ ગુજરાત બંધનો કર્યો વિરોધ દલિત સમાજના આગેવાનો શાંતિ સમિતિની બેઠક બોલાવી  દલિત સમાજના લોકોએ દુકાનો ખોલાવી 
- જૂનાગઢ - ઝાંસીના પૂતળા પાસે કોંગ્રેસ કાર્યકર્તાઓ એકત્ર થયા 
- અમદાવાદ - AMTS 28 બસોના રૂટ બદલ્યા, 790 બસો રસ્તા પર દોડી રહી છે.
- ગુજરાત બંધને AAP નુ સમર્થન 
- બસપાએ દલિતોનો અવાજ ઉઠાવ્યો, પૂર્વ વિસ્તારો મોટેભાગે બંધ 
- મેઘાણીનગરમા દુકાનો બંધ સૈજપુરમાં દુકાનો અને શાળાઓ બંધ 
- જુહાપુરામાં મુસ્લિમો પણ દલિતોના તરફેણમાં 
- ઉનાના પગલે ભાજપ કાર્યલયમાં તાકિદે મિટિંગ બોલાવી. દલિત મામલે હિંસક બનેલ બંધને શાંત કરવા ભાજપની કવાયત 
- શહેરના કોટડા વિસ્તારમાં દલિતો એકત્ર થયા 
- ગૃહરાજ્યમંત્રી રજની પટેલે શાંતિ જાળવવાની અપીલ કરી 
- ઉના - શ્રીમંતી આનંદીબેન પટેલ ઉનામાં પીડીતોને મળ્યા પીડીતોએ આનંદીબેન સામે કરી રજૂઆત 
- અમદાવાદ પોલીસ બંદોબસ્ત જાળવવા ખડેપગે 

કાલે બપોરે જૂનાગઢ જિલ્લાના બાંટવામાં 3 દલિત યુવાનોએ ઝેરી દવા પી લીધી હતી. જ્યારે બપોર બાદ ગોંડલના બિલિયાળામાં 2 દલિતોએ એસિડ ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બંનેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. સાંજના સમયે કેસોદમાં વધુ બે દલિત યુવાનોએ દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો જ્યારે અમદાવાદમાં દલિત પેન્થર રેલીમાં પણ દલિત યુવકે આત્મવિલોપનની કોશિશ કરી હતી. ભેંસાણના ખંભાળીયા ગામમાં પણ એક દલિત યુવાનનું દવા પીવાથી મોત થયું છે. આ દલિત યુવકનું નામ હેમંત ભિખા સોલંકી હતી. જેણે સાંજના સમયે દવા પીધી હતી જેનાથી તેનું મોત થયું હતું. ગઇકાલે સવારે ગોંડલમાં પાંચ અને બપોર બાદ જામકંડોરણામાં 2 દલિતોએ જાહેરમાં ઝેરી દવા પી લીધી હતી. આમ આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 12 લોકોએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે.

ગુજરાતમાં હિંસા - પાટણમાં એકઠા થયેલા લોકોના ટોળાએ મોડિ રાત્રે ટાયર સળગાવ્યા છોડ્યા હતાં. પાટણ- ચાણસ્મા હાઈવે પર પણ વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેતપુરમાં બંધ કરાવા નિકળેલા ટોળાએ દુકાનોમાં તોડફોડ કરી હતી. ભાયાવદરમાં દલિતોએ રેલી કાઢીને આવેદન આપ્યું હતું. રાજકોટમાં મોડીરાત્રે સડક પર ટાયરો સળગાવાતાં સ્થિતી તંગ બની ગઈ હતી. ગોંડલના મોવિયા ગામે ટોળાએ એસટી બસના કાચ ફોડ્યા હતા. જામનગરથી જૂનાગઢ, મોરબી તરફ જતી બસ, અમરેલી ડેપો, ગોંડલ ડેપો, ધ્રોલ, ઉના, ગીર-સોમનાથ, કોડીનાર, તાલાલામાં એસટી બસ સેવા બંધ કરી દેવાઈ હતી. ભાવનગર જિલ્લામાં પણ લોકોએ રસ્તા પર બેસી ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે સ્થળ પર પહોંચી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ દલિતો સ્થળ પરથી ખસ્યા ન હતા.
જૂનાગઢ: ઉનાના સામઢીયાળામાં દલિત યુવાનો ઉપર અત્યાચારના વિરોધમાં મંગળવારે સમગ્ર રાજ્યમાં દલિતો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવાયો હતો.

મંગળવારે પણ 14 દલિત યુવાનોએ અલગ-અલગ જગ્યાએ ઝેરી દવા અને એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કરનારા યુવાનોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

આજે એટલે કે બુધવારે ગુજરાત બંધનું એલાન કર્યુ છે.

અમરેલીમાં પથ્થરમારામાં ઘવાયેલા એક કોન્સ્ટેબલ પંકજભાઈ અમરેલીયાનું મોત થયું હતું. ભારતીય દલિત પૈન્થર સમાજ દ્વારા બુધવારે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. પથ્થરમારાની ઘટનામાં જિલ્લા પોલીસ વડા, પીઆઈ સહિત પાંચ પોલીસ કર્મી ઘાયલ થયા હતા. સામઢીયાળાની ઘટનામાં પોલીસે વધુ 7 આરોપીઓની ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં કુલ 16 શખ્સોની પોલીસે અટકાયત કરી છે.