ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 16 નવેમ્બર 2015 (15:35 IST)

પંચાયતોની ચૂંટણીમાં 21090 ઉમેદવારો: સાંજે ચિત્ર સ્પષ્ટ થશે

31 જિલ્લા પંચાયત, 230 તાલુકા પંચાયત અને 56 નગરપાલિકાઓની આગામી તા.29ના યોજાનારી ચૂંટણીના અનુસંધાને આજે ફોર્મ પાછા ખેંચવાનો અંતિમ દિવસ છે અને સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ગત તા.14ના ફોર્મની ચકાસણી હતી અને તેમાં સંખ્યાબંધ ફોર્મ રદ થયા બાદ છેલ્લા ચિત્ર મુજબ 21090 ઉમેદવારો મેદાનમાં છે. આ પૈકી કેટલા ઉમેદવારો ફોર્મ પાછા ખેંચે છે ? તેનું ચિત્ર સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે.
 
આજે ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસ બાદ પ્રચાર કાર્ય વેગવાન બનશે. પંચાયતના ઉમેદવારોને કાલે ચૂંટણી પ્રતીકની ફાળવણી કરવામાં આવશે અને તા.29ના સવારે 8થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે.
 
રાજ્ય ચૂંટણીપંચના સચિવ મહેશભાઈ જોશીના જણાવ્યા મુજબ રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 230 તાલુકા પંચાયતો અને 56 નગરપાલિકાઓ માટે ઉમેદવારીપત્ર ચકાસણીના છેલ્લા દિવસે તા.14-11-2015ના રોજ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. 31 જિલ્લા પંચાયતોમાં ભરાયેલા કુલ 4690 ફોર્મમાંથી 1941 ફોર્મ અમાન્ય અને 2749 ફોર્મ માન્ય ઠયર્િ છે.
 
230 તાલુકા પંચાયતોમાં કુલ 20412 ફોર્મ ભરાયેલા તેમાંથી 7904 અમાન્ય અને 12504 ફોર્મ માન્ય ઠર્યા છે. 56 નગરપાલિકાઓની ચૂંટણીમાં કુલ 7891 ફોર્મ ભરાયેલ તેમાંથી 2050 અમાન્ય અને 5837 માન્ય ઠર્યા છે.