શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 26 ઑગસ્ટ 2016 (15:30 IST)

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં રાજકુમાર પાંડિયનને આરોપમુક્ત જાહેર કરાયાં

સીબીઆઈની એક વિશેષ કોર્ટે સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપિતના કથિત એન્કાઉન્ટરમાં  ગુજરાતના આઈપીએસ ઓફિસર રાજકુમાર પાંડિયાનને આરોપમુક્ત કરી દીધા છે. સીબીઆઈ અનુસાર, પાંડિયાન ગુજરાત એટીએસની એ ટીમનો હિસ્સો હતા, જેણે સોહરાબુદ્દીન અને તેમની પત્ની કૌસબીને પકડ્યા હતા. એજન્સીએ કહ્યું કે, તેમણે શરૂઆતથી જ પ્લાનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

હવે મુંબઈમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના જનસંપર્કના અધિકારી એવા પાંડિયાન 2014માં કાયમ થયા હતા. તેમને એન્કાઉન્ટર મામલે ધરપકડ બાદ 2007માં સસ્પેન્ડ કરાયા હતા. અદાલતે અત્યાર સુધી બીજેપી અધ્યક્ષ અમિત શાહ, રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબચંદ કટારીયા, રાજસ્થાનના કારોબારી વીમ પાટની, ગુજરાત પોલીસના પૂર્વ પ્રમુખ પી.સી.પાંડેય, એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ગીતા જોહરી, ગુજરાત પોલીસ અધિકારી અભય ચૂડાસમા ઉપરાંત અમદાવાદ ડિ‌સ્ટ્રિક કો.ઓપરેટિવ બેન્કના વરિષ્ઠ હોદ્દેદારો યશપાલ ચૂડાસમા અને અને અજય પટેલને પણ દોષ મુક્ત કરવામાં આવ્યા છે.

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ સપ્ટેમ્બર ૨૦૧૨માં સીબીઆઈની વિનંતીને લઈ મુંબઈમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સપ્ટેમ્બર ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટે તુલસીરામના કેસને સોહરાબુદ્દીનના કેસ સાથે ક્લબ કરી દીધો હતો. સીબીઆઇએ બંન્ને કેસમાં ડી.જી.વણજારા સહિત ૩૮ કરતાં વધુ પોલીસ ઓફિસરની ધરપકડ કરી હતી. જેમાં હાલ તમામ આરોપીઓ જામીન પર બહાર આવી ગયા છે. મુંબઇ સ્પેશિયલ સીબીઆઇ જજ એમ.બી.ગોસાવીએ આઇપીએસ ઓફિસર રાજકુમાર પાંડિયનને સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં દોષ મુક્ત કર્યા છે. તેમની ઉપર સોહરાબુદ્દીન તથા તેની પત્નીનું અપહરણ કરવાનો આરોપ હતો.