ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 2 નવેમ્બર 2016 (14:04 IST)

વિજયનગરનો જવાન કાશ્મીરમાં શહીદ, આજે વતનમાં અંતિમસંસ્કાર

વિજયનગર તાલુકાના ટીંટારણ ગામનો ફૌજી જવાન  કાવાજી બોદર કાશ્મીરમાં આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થતાં તેમની આજે માદરે વતનમાં અંતિમવિધિ કરવામાં આવશે.  વિજયનગર પોલીસ સબ ઇન્સ્પેકટર એ બી ઠાકોર, નાયબ મામલતદાર ભગવાનદાસ ખરાડી અને અશોકભાઈ બોદરના જણાવ્યા અનુસાર  ટીંટારણ ગામના  6 બટાલિયનના  ફૌજી જવાન  કાવજી સાકરજી બોદર કાશ્મીરમાં આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થયા છે. જેઓનો પાર્થિવ દેહ અમદાવાદ વિમાનઘરથી લવાશે જ્યાંથી માદરે વતન લાવવામાં આવશે અને આજે રાજકીય સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. જયારે પાકિસ્તાનના આ  નાપાક કૃત્યને પગલે વિજયનગર તાલુકાની જનતામાં શહીદ કાવાભાઇના મોતને લઇ ભારે રોષ જોવા મળી રહ્યો છે.કાવાભાઇના પત્ની સોનલબેન અને ખેડબ્રહ્મા એકલવ્ય સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં ભણતી પ્રિયંકા અને ત્રીજા ધોરણમાં ભણતો મેહુલ એવી આશામાં હતાં કે, દિવાળીના પ્રસંગે પતિ-પિતા ઘરે રજા પર આવશે. દિવાળીના દહાડે જ કાવાભાઇનો દેહ નિશ્ચેતન બનીને આવી રહ્યો હોઇ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.