શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 7 નવેમ્બર 2016 (14:39 IST)

મહારાષ્ટ્રની હદના ગામના ફળિયાના લોકો ગુજરાતનું રેશનકાર્ડ ધરાવે છે.

ગુજરાતનું એક એવું ગામ છે જે આખું ગામ ગુજરાતની હદમાં આવે છે ત્યારે આ ગામમાં આવેલું એક ફળિયું મહારાષ્ટ્રની હદમાં આવેલું છે. આ ગામના લોકો મહારાષ્ટ્રની હદમાં રહીને રેશન કાર્ડ ગુજરાતનું ધરાવે છે. આ ગામના બધાં સરકારી વહિવટ ઉમરગામ તાલુકામાં થાય છે. ભુતકાળમાં ગુજરાત સરકાર દ્વારા કરેલા નિર્ણયમાં બે રાજ્યની હદ હોવા છતાં ઉમરગામ તાલુકાનું ગાવાડા ગામ અખંડ જોવા મળી રહ્યું છે. આ ગામ ભલે બે રાજ્યની હદમાં આવતું હોય પરંતુ સંસ્કૃતિ તો માત્ર ગુજરાતની જ જોવા મળે છે. દક્ષિણ ગુજરાતના છેવાડાના દરિયાકિનારે ઉમરગામ તાલુકામાં આવતા આ ગોવાડા ગામમાં આમ તો કોઇ ખાસ મહત્વ નથી, પરંતુ આ ગામે આવેલો રળીયામણો સમુદ્ર કિનારો છે.  1960માં જ્યારે ગુજરાતની સ્થાપના થઇ ત્યારે ઉમરગામ તાલુકાને મહારાષ્ટ્રમાં જોડવા માટે ભારે માથાફોડ કરી હતી, પરંતુ ઉમરગામ વિસ્તારમાં રહેતા લોકોએ ઉમરગામને ગુજરાત સાથે જોડી રાખવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. જેના કારણે ઉમરગામ તાલુકાને ગુજરાત સાથે જોડવામાં આવ્યું હતું. ગુજરાતમાં ઉમરગામ તાલુકાને જોડવામાં તો આવ્યું પણ આ તાલુકાના છેવાડે આવેલું ગાવાડા ગામનું એક ફળિયું મહારાષ્ટ્રની હદમાં આવી ગયું હતું. ગોવાડા ગામની બાજુમાં જ ઝાંઇ ગામ આવેલું છે. તેનો સરકારી વહિવટ તલાસરી તાલુકા પંચાયત અને પાલઘર જિલ્લામાં થાય છે જે ગાવાડા ગામથી 45 કિમીથી વધુ દૂર આવેલું છે. નવી વસાહત ફળિયું ગોવાડા ગામમાં આવે છે તેથી વર્ષોથી લોકોની માગણીના કારણે મહારાષ્ટ્રની હદ હોવા છંતા સમગ્ર વહિવટ ઉમરગામ તાલુકામાં કરવામાં આવે છે અને આટલું જ નહીં પરંતુ આ ગામના લોકો રેશન કાર્ડ ઉમરગામ તાલુકાનું ધરાવે છે.આ ફળિયામાં મોટા ભાગના ટંડેલ- માછી સમાજના લોકો વસવાટ કરે છે અને માચ્છીમારી કરીને ગુજરાન ચલાવે છે. તેઓ કહે છે કે, અમે ભલે મહારાષ્ટ્રની હદમાં રહીએ છે