ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 3 ડિસેમ્બર 2016 (20:19 IST)

13,860 કરોડ રુપિયા કાળાં નાણાં જાહેર કરનાર મહેશ શાહની ધરપકડ

છેલ્લી મીનિટોમાં 13,860 કરોડ રુપિયા કાળાં નાણાં જાહેર કરનાર અમદાવાદના ધનિક મહેશ શાહ  ગાયબ થઈ ગયા બાદ આખરે મીડિયા સમક્ષ અને લોકોની સમક્ષ આવી ગયો છે. તેણે સામે આવીને મોટો ખુલાસો કર્યો કે, આઇડીએસમાં જાહેર કરાયેલ નાણું તેમનું નથી. તેમણે જણાવ્યું હતું કે દેશના બિઝનેસમેન, રાજકારણીઓ અને બિલ્ડરો આ નાણાં સાથે જોડાયેલાં છે. તેમણે જણાવ્યું કે તેમાં કોઇ ક્રિમિનલના નાણાં તેમાં નથી.

મહેશ શાહે જણાવ્યું કે તેઓ 28 તારીખે કેટલીક પરિસ્થિતિ એવી સર્જાઇ કે મારો 29 તારીખે મુંબઈથી અમદાવાદ પરત આવવાનો કાર્યક્રમ મુલતવી રાખ્યો હતો હાથ જોડીને કહુ છું મારા પરિવારને પરેશાન કરવાનું છોડી દો. મારા પરિવારને કોઈ પરેશાની ન થવી જોઈએ. મારા માટે મારા પરિવારની સુરક્ષા સૌથી મહત્તવની છે. મને જરૂરિયાત હતી એટલે મેં આ કામ કર્યું હતું.