રાહુલ ગાંધીની રાષ્ટ્રીયતા પર નહિ યાદશક્તિ પર મને શંકા છે - અનુપમ ખેર

સોમવાર, 5 ડિસેમ્બર 2016 (17:45 IST)

Widgets Magazine
anupam


વડોદરાના VCCIના પ્રદર્શનમાં મોટીવેશન સ્પીચ આપવા આવેલા અનુપમ ખેર દ્વારા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા તેમની યાદશક્તિ પર પ્રશ્નાર્થ ઉભા કર્યા હતા. જયારે પ્રેક્ષકોમાંથી તાળીઓના ગડગડાટ સંભાળવા મળ્યા હતા. તાજેતરમાં દેશના તમામ થીયેટરમાં ફિલ્મ પૂર્ણ થયા બાદ રાષ્ટ્રગીતનું વાદન ફરજીયાત કરવામાં આવ્યું છે અને તેનું પાલન તમામ ભારતીયોને કરવાનું રહેશે. આવા સંજોગોમાં કેટલાક લોકોએ સુપ્રીમ કોર્ટના આ આદેશ પર પ્રશ્નાર્થ ઉભા કર્યા હતા. જયારે આજે વડોદરાના એક ઔદ્યોગિક પ્રદર્શનમાં મોટીવેશન સ્પીચ આપવા આવેલા અનુપમ ખેરે કાર્યક્રમની અંતિમ ક્ષણોમાં રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કર્યો હતો જેમાં તેમેને હસતા હસતા પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી કે રાહુલ ગાંધી એક વાર જાહેરમાં આવી અને રાષ્ટ્રગીતનું ગાન કરી બતાવે અને ગીતના શબ્દોનો ઉચ્ચાર વ્યવસ્થિત રીતે કરી બતાવે. રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યા બાદ તેઓ હસી પડ્યા હતા અને કહ્યુ હતું કે મને તેમની રાષ્ટ્રીયતા પર કોઈ શંકા નથી પણ તેમની યાદશક્તિ પર જરૂરથી મને શંકા છે. આમ કહેતા જ ઓડીયન્સ માંથી તાળીઓનો ગડગડાટ શરુ થઇ ગયો હતો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જયલલિતાને કાર્ડિએક અરેસ્ટ થયો હાર્ટ અટેક નહી.. જાણો શુ છે અંતર

તમિલનાડુની સીએમ જયલલિતાની હાલત ખૂબ જ નાજુક બતાવાય રહી છે. એપોલો હોસ્પિટલના ડોક્ટરો મુજબ ...

news

મહેશ શાહ પ્રકરણ - રાજકારણીઓ, બિલ્ડરોના નામ જાહેર નહીં કરવા દિલ્હીમાં રણનીતિ ઘડાઇ હોવાની ચર્ચા

એક ભીખારી રાતો રાત કરોડપતિ કૈસે બન ગયા, પોપટલાલ અબ નટવરલાલ બન ગયા, આવી ચર્ચાઓ સોશિયલ ...

news

સુરતમાં ધ બર્નિંગ ટ્રેઈન, એન્જિનમાં અચાનક આગ લાગતાં કલાકો સુધી ટ્રેન વ્યવહાર અટક્યો

કોસંબા નજીક એક ચાલતી ગુડ્ઝ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી જતાં અફરાતફરી મચી ગઈ હતી. જેથી ...

news

પૂર્વ સાંસદના પત્ની 80 વર્ષની વયે પરચુરણ ચીજવસ્તુઓની દુકાન ચલાવે છે

પૂર્વ સાંસદના પત્ની ગંગાબા ૩૦ વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા ગામમાં કરીયાણા અને ...

Widgets Magazine