ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 10 ડિસેમ્બર 2016 (14:15 IST)

પ્રાંતિજના ડોક્ટરે ચીનની લાડી સાથે હિન્દુ સંસ્કૃતિ મુજબ લગ્ન કર્યાં

કહેવાય છે કે પ્રેમ ક્યારે ક્યાં સમયે કઈ જગ્યાએ અને કોની સાથે કઈ રીતે થઈ જાય છે તે ખબર જ પડતી નથી ત્યારે આવો જ એક કિસ્સો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજનો છે કે જે હજારો મીલ દૂર પરદેશમાં ચાઈનાની યુવતી જોડે પ્રેમ થતાં ભારત આવી બંને હિંદુ ધર્મના રીત રિવાજ મુજબ લગ્નગ્રંથિથી જોડાયાપ્રાંતિજ ખાતે સ્થાઈ રહેતાં પટેલ શામળભાઈ મગનભાઈ (નાયબ મામલતદાર) તરીકે હિંમતનગર ખાતે ફરજ બજાવે છે કે જેવોનો પુત્ર ડો. નિશાંત (સ્ડ્ઢ) કે જે ચાઈનામાં ડોક્ટરનો અભ્યાસની સાથે પ્રેક્ટિસ પણ કરે છે અને ત્યાં ચાઈનાની યુવતી ડો. દાના (સ્ડ્ઢ) સાથે પ્રેમ થઈ જતાં બંને એ લગ્ન કરવાનો નિર્ણય કર્યો ત્યારે બંને જણાએ પરિવારની સંમતિ લઈને ભારત આવી હિંદુ ધર્મ પ્રમાણે રીત-રિવાજ મુજબ શાસ્ત્રીય વિધીથી ચોરીમાં સાત ફેરા કરી લગ્નગ્રંથિથી જોડાયા અને ડોક્ટર યુવતીના માતાપિતા પણ લગ્નમાં હાજર રહ્યા અને ભારતીય હિન્દુ સંસ્કૃતિ વિધિથી થતાં લગ્ન જોઈ ખુશી અનુભવી હતી જ્યારે બંને પરિવારની ખુશીમાં સગાંસંબંધીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. બીજી બાજુ ભારત-ચાઈના સરહદે હાલ તનાવ છે ત્યારે બીજી બાજુ બે દિલ એક થતાં બંને વચ્ચે પ્રેમદિલ એક થતાં બંનેના પરિવારમાં પ્રેમ વધશે એમા તો નવાઈ નહીં ત્યારે હાલ બંને દેશ વચ્ચે નવયુગલ લગ્નગ્રંથિથી જોડાતા પ્રેમનો સંબંધ બંધાયો છે તેમ કહીએ તો નવાઈ નહીં.