શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 ડિસેમ્બર 2016 (16:31 IST)

વિદેશના પ્રવાસીઓમાં કાળોડુંગર ઉપરાંત કોટેશ્વર, માતાના મઢ તરફ ધસારો

કચ્છના રણોત્સવમાં મહાલવા આવતા દેશ - વિદેશના પ્રવાસીઓ ધોરડોના સફેદ રણ ઉપરાંત કચ્છના અન્ય પ્રવાસધામોની મુલાકાત લઈ રહ્યા છે. પશ્ચિમ કચ્છના પ્રખ્યાત એવા ભુજ, કાળાડુંગર, માતાનામઢ, નારાયણ સરોવર અને કોટેશ્વર, માંડવી ખાતે પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો. રૃા. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટબંધીના ૪૦ દિવસ બાદ પ્રવાસીઓનો ધસારો જોવા મળતા ધંધાર્થીઓને હવે વેપાર વધશે. તેવી આશા બંધાઈ છે. તો ક્રિસમસ અને નવા વર્ષને આવકારવા પણ ટેન્ટસિટી અને હોટલોમાં એડવાન્સ બુકીંગ થઈ ગયા છે.શિયાળાની ઠંડી મોસમમાં યોજાતા કચ્છના રણોત્સવમાં આવતા પ્રવાસીઓ ધાર્મિક અને ઐતિહાસિક પ્રવાસનધામોની પણ અચુક મુલાકાત લે છે. કચ્છમાં માત્ર સફેદરણ જ નહીં પરંતુ કોટેશ્વર અને માતાનામઢ જેવા ધાર્મિક સૃથળોનું પણ આકર્ષણ પ્રવાસીઓમાં વધુ જોવા મળી રહ્યું છે.હાલ મોટી ચલણી નોટબંધીના કારણે તમામ ધંધામાં મંદી ચાલી રહી હતી. પણ છેલ્લા પાંચ દિવસથી પ્રવાસનક્ષેત્રે પુનઃ પર્યટકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે ભુજ સ્વામિનારાયણ મંદિરના  ઉતારા ફુલ જોવા મળ્યા હતા. તથા કાળાડંુગર, સફેદરણ, માતાનામઢ અને કોટેશ્વર તેમજ પ્રખ્યાત નારાયણ સરોવર , માંડવી બીચ પર ઠંડી મોસમમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો.ખાનગી વાહનો ઉપરાંત આ રૃટમાં ચાલતી એસ.ટી.ની બસોમાં પણ લોકોનો સારો ટ્રાફિક હતો. તો પ.કચ્છના સ્થાનિક લોકો વિદેશી પ્રવાસીઓની મહેમાન ગતિ અને આતિશ્ય ભાવનો લાભ મેળવી રહ્યા છે. હાલ ભુજ સહિત નખત્રાણાના વિસ્તારોમાં તમામ ધાર્મિક સ્થાનોએ ઉતારા ભરાયેલા જોવા મળી રહ્યા છે.વળી રણોત્સવને માણવા આ વર્ષે નાતાલ અને નવા વર્ષની ઉજવણી કરવા  ઉમટી પડશે. પ્રવાસીઓની વધતી સંખ્યાને કારણે ખાનગી વાહન ચાલકો સાથે હોટલ અને અન્ય નાના - મોટા ધંધાર્થીઓના વેપાર રોજગારમાં પણ નોંધપાત્ર વધારો થશે. તેવી શકયતા છે.