Widgets Magazine

અંબાજીમાં ભક્તોએ ૨૭ દિવસમાં રૃ. ૨૦ લાખનું કેશલેસ દાન આપ્યું

સોમવાર, 26 ડિસેમ્બર 2016 (12:58 IST)

Widgets Magazine
ambaji


કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નોટબંધી બાદ શક્તિપીઠ અંબાજી, જ્યોર્તિલિંગ સોમનાથ બાદ હવે ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં પણ હવે પોઇન્ટ ઓફ સેલ (પીઓએસ) મશિનથી દાન સ્વિકારવાનું શરૃ કરી દેવામાં આવ્યું છે. આમ, ગુજરાતના મોટાભાગના તમામ પ્રસિદ્ધ મંદિરો હવે 'કેશલેસ' બની ગયા છે. અંબાજી મંદિરમાં લેવાનો પ્રારંભ ૨૯ નવેમ્બરથી થયો હતો. જેના ભાગરૃપે અંબાજીમાં પીઓએસ મશિન પણ મૂકવામાં આવ્યા હતા. આ સુવિધાના પ્રારંભને હજુ એક મહિનો પણ પૂરો થયો નથી ત્યાં માઇ ભક્તોએ રૃપિયા ૨૦ લાખથી વધુનું દાન કેશલેસ પદ્ધતિથી આપ્યું છે. આ અંગે દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ૨૫ ડિસેમ્બર-રવિવારના એક જ દિવસમાં બપોરે ૪ઃ૩૦ સુધી રૃપિયા ૪૮૧૦૩નું દાન ભક્તોએ કેશલેસ પદ્ધતિથી આપ્યું હતું. આ ઉપરાંત અંબાજી ટ્રસ્ટ સંચાલિત અંબાજી આર્ટ્સ-કોમર્સ, બીસીએ કોલેજમાં પણ કેશલેસ પદ્ધતિ શરૃ કરાઇ છે. હાલ જે કેશલેસ દાન મળ્યું છે તેમાં સોના માટે સૌથી વધારે છે.દેવભૂમિ દ્વારકા  જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ દ્વારકા મંદિરમાં શુક્રવારથી પીઓએસ મશિનથી દાન લેવાની શરૃઆત કરવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા પાસે આવેલા સોખડા ખાતે આવેલી હરિપ્રસાદ સ્વામીના માર્ગદર્શનમાં સંચાલિત હરિધામ સંસ્થામાં ઇ-ટ્રાન્ઝેક્શન દ્વારા દાન આપવાનું શરૃ કરાયું છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ગુજરાત સમાચાર

news

નોબેલ લોરેટ્સ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટેક્નોક્રેટ તેમજ સાયન્ટિસ્ટ જ્ઞાનનું આદાનપ્રદાન કરશે

સાયન્સ સિટી ખાતે તા. 9મી જાન્યુઆરી નોબેલ લોરેટ્સનું સન્માન કરાશે. સાથે નોબેલ પ્રાઇઝ ...

news

કાંકરીયા કાર્નિવલનો ઉત્‍સાહ પ્રેરક રંગારંગ પ્રારંભ (જુઓ ફોટા)

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિકાસની રાજનીતિના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના માર્ગને ...

news

પીએમ મોદીનો વાર - નોટબંધી તો શરૂઆત, આગળ છે બેનામી સંપત્તિનો ધારદાર કાયદો, જાણો શુ છે આ નવો કાયદો

ભ્રષ્ટાચાર અને કાળા નાણા વિરુદ્ધ આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ દોહરાવતા પ્રધાનમંત્રી ...

news

અમેરિકામાં સૌથી વૃદ્ધ ગોરીલ્લાએ કેક કાપીને ઉજવ્યું 60મો જન્મદિવસ

અમેરિકામાં ઓહાયોના કોલંબસ ચિડિયાઘરમાં સૌથી વૃદ્ધ ગોરીલ્લાનો જન્મદિવસ ઉજવ્યું . કોલો નામનો ...