નોટબંધી ઉત્તરાયણમાં નડી- પતંગનું માર્કેટ સાવ ફિક્કુ

સોમવાર, 26 ડિસેમ્બર 2016 (13:00 IST)

Widgets Magazine
kite festival

નોટબંધી બાદ અમદાવાદ સહિત રાજ્યના અનેક ગૃહ ઉદ્યોગો અને નાના ઉદ્યોગોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગુજરાત માટે એક એવો તહેવાર છે, જેને દરેકમાં ઉમંગ જોવા મળે છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) દ્વારા કાચથી ઘસવામાં આવેલા માંજા પર વચગાળાનો પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.  એનજીટીના આ નિર્ણય બાદ પતંગરસિયાઓમાં નારાજગી છે. અધૂરામાં પૂરું નોટબંધીના ગ્રહણને લીધે અમદાવાદમાં પતંગનું વેચાણ હજુ ૨૦ ટકા પણ થયું નથી. આમ, આ તમામ પરિબળોને લીધે આ વખતની ઉતરાયણ ફિક્કી બની રહે તેવી પૂરી આશંકા ઘેરી બની ગઇ છે. આ અંગે જમાલપુર ખાતેના જથ્થાબંધ પતંગના વેપારીએ જણાવ્યું કે 'દિવાળી પછી તુરંત જ પતંગબાજીની શરૃઆત થઇ જાય છે અને પતંગના ઓર્ડર આવવાના શરૃ થઇ જાય છે. ઓર્ડર પ્રમાણે કારીગરોની રોજગારી પણ વધતી જાય છે. પરંતુ આ વખતે દિવાળી બાદ તુરંત જ નોટબંધીનો નિર્ણય જાહેર કરવામાં આવતા પતંગ તૈયાર કરતા કારીગર પણ બેરોજગાર જેવી સ્થિતિમાં છે. સામાન્ય રીતે ઉતરાયણ અગાઉ પતંગ બનાવતા કારીગરો દિવસના રૃપિયા ૫૦૦ કે તેથી વધુની કમાણી કરે છે. પરંતુ આ વખતે આ કારીગરો દિવસના ૨૦૦ રૃપિયા પણ માંડ કમાઇ શકે છે. બેંકમાંથી પૂરતી રોકડ પણ મળતી નથી ત્યારે લોકો પ્રાથમિક જરૃરિયાત જ પૂરી કરે પતંગની ખરીદી કરવાનું માંડી વાળે તે સ્વાભાવિક છે. બીજી તરફ એનજીટી દ્વારા કાચથી ઘસવામાં આવેલા માંજા સાથે પતંગ ચગાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. દર વર્ષે ઉતરાયણ દરમિયાન આ પ્રકારની દોરીથી નિર્દોષ અનેક પક્ષીઓને જીવ ગુમાવવો પડતો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અંબાજીમાં ભક્તોએ ૨૭ દિવસમાં રૃ. ૨૦ લાખનું કેશલેસ દાન આપ્યું

કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નોટબંધી બાદ શક્તિપીઠ અંબાજી, જ્યોર્તિલિંગ સોમનાથ ...

news

નોબેલ લોરેટ્સ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટેક્નોક્રેટ તેમજ સાયન્ટિસ્ટ જ્ઞાનનું આદાનપ્રદાન કરશે

સાયન્સ સિટી ખાતે તા. 9મી જાન્યુઆરી નોબેલ લોરેટ્સનું સન્માન કરાશે. સાથે નોબેલ પ્રાઇઝ ...

news

કાંકરીયા કાર્નિવલનો ઉત્‍સાહ પ્રેરક રંગારંગ પ્રારંભ (જુઓ ફોટા)

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિકાસની રાજનીતિના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના માર્ગને ...

news

પીએમ મોદીનો વાર - નોટબંધી તો શરૂઆત, આગળ છે બેનામી સંપત્તિનો ધારદાર કાયદો, જાણો શુ છે આ નવો કાયદો

ભ્રષ્ટાચાર અને કાળા નાણા વિરુદ્ધ આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ દોહરાવતા પ્રધાનમંત્રી ...

Widgets Magazine