મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સુરતઃ , બુધવાર, 27 જાન્યુઆરી 2016 (13:27 IST)

ઉંઘો રાષ્ટ્ર ઘ્વજ

આજે પ્રજાસત્તાક દિવસની દેશ અને ગુજરાતમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સુરતની એક સ્કૂલમાં રાષ્ટ્રધ્વજ ઊંધો ફરકાવતાં હોબાળો મચી ગયો હતો. આ ધ્વજ પર એક નાગરીકનું ધ્યાન દોરતાં તેમણે સ્કૂલ સંચાલકોનો સંપર્ક કરીને રાષ્ટ્રધ્વજ બરોબર ફરકાવડાવ્યો હતો.

વાત જાણે એમ છે કે, સુરતના ચોક બાજારમાં આવેલી આઇ.પી. મિશન હાઈસ્કૂલમાં યોજાયેલા 67 પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન રાષ્ટ્રધ્વજ ઊંધો ફરકાવામાં આવ્યો હતો. એક જાગૃક નાગરીકનું ધ્યાન ઊંધા ફરકાવેલા ધ્વજ તરફ જતાં તેમણે સ્કૂલના આગેવાનોનું આ તરફ ધ્યાન દોર્યું હતું. ત્યાર બાદ ધ્વજને ઉતારીને ફરી ફરકાવામાં આવ્યો હતો. અગાઉ આ અંગે રાષ્ટ્રધ્વજ ઊંધો ફરકાવતા સંસ્થા વિરુધ પોલીસ ફરિયાદ નોધાયેલી છે. ત્યારે આઇ.પી. મિશન સ્કૂલ વિરુધ રાષ્ટ્રધ્વજના અપમાન બદલ તંત્ર કારવાઈ કરશે કે નહી?