ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 28 માર્ચ 2015 (11:17 IST)

કબૂતરે ગુજરાત પોલીસની ઉંઘ ઉડાવી

ગુજરાત પોલીસ પ્રદેશના સમુદ્ર તટ પર એક કબૂતરને જોઈને તરત અલર્ટ થઈ ગઈ. જ્યારે તેના પર એક ઈલેક્ટ્રોનિક ચિપ લાગી અને તેના પાંખો પર અરબી ભાષામાં કશુક લખાયેલુ દેખાયુ. આ કબૂતર વિશે તરત કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પણ ચેતાવવામાં આવ્યા. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યુ કે ગુજરાત સરકારે એક સંદેશમાં ગૃહ મંત્રાલયને આ ઘટનાથી વિશે માહિતી આપી. 
 
કબૂતરને પહેલીવાર 20 માર્ચના રોજ સલાયા એસ્સાર જેટ્ટીની નિકટ પાંચ સમુદ્રી માઈલ દૂર જોવામાં આવ્યુ. ગુજરાતની દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આ જેટ્ટીનુ નિર્માણ ચાલી રહ્યુ છે. જેટ્ટી પર ગોઠવાયેલા સુરક્ષા કર્મચારીઓમાંથી એકે જોયુકે કબૂતરના એક પંજામાં ઈલેક્ટ્રોનિક ચિપ છે અને બીજા પગમાં બાંધેલ ગુચ્છા પર  '28733' લખેલુ છે. કબૂતરની પાંખો પર અરબી ભાષામાં રસૂલ અલ અલ્લાહ લખેલુ છે. ચિપ પર બેજિંગ ડૂઅલ લખેલુ છે. જેટ્ટી પર ગોઠવાયેલા સુરક્ષા કર્મચારીઓએ બીજા દિવસે આની સૂચના તટરક્ષક બળને આપી અને આગળની તપાસ માટે કબૂતર તેમને સોંપી દીધા. 
 
તટરક્ષકે બે દિવસ પછી સ્થાનીક પોલીસને સૂચિત કરી FIR નોંધાવી. જીલ્લા પોલીસે કબૂતરના પંજામાંથી ચિપ અને ગુચ્છો કાઢીને તેને ગાંધીનગર ખાતે આવેલ ફોરેંસિક લૈબમાં તપાસ માટે મોકલી દેવામાં આવી છે. ગુજરાત વન વિભાગના અધિકારીઓએ પણ આ કબૂતર પર માહિતી મેળવવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ પ્રજાતિ કબૂતર ઉત્તર ભારતમાં જોવા મળે છે અને વિદેશોમાં ખાસ કરીને ખાડી દેશોમાં તેનો ઉપયોગ કબૂતર દોડમાં થાય છે. તપાસમાં જાણ થઈ છે કે બેજિંગ ડૂઅલ શબ્દનો ઉપયોગ કેટલાક અન્ય દેશોમાં કબૂતર દોડ માટે પણ થાય છે.  
 
ગુજરાત પોલીસની પ્રાથમિક રિપોર્ટ મુજબ શક્યત કબૂતર કોઈ જહાજમાંથી ઉડ્યુ હશે અને ભૂલથી ભટકતુ પાણીની શોઘમાં સલાયા એસ્સાર જેટ્ટી પહોંચી ગયુ હશે. જો કે કોઈપણ અણધાર્યુ સંકટ ન આવે તેને ધ્યાનમાં રાખતા ગુજરાત સરકારે તેની માહિતી કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આપી દીધી છે.