ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ. , મંગળવાર, 2 ફેબ્રુઆરી 2016 (11:43 IST)

OMG - 12 વર્ષની બાળકીના કાનમાંથી નીકળે છે કીડીઓ

તમે ભલે માનો કે ન માનો પણ બનાસકાંઠા ડીસામાં રહેનારી આ 12 વર્ષીય બાળકીના કાનમાંથી રોજ 10-15 જીવતી કીડીઓ નીકળે છે. જોકે આ બાળકીનો ઈલાજ કરનારા ડોક્ટર પણ આ વાતથી આશ્ચર્યચક્તિ છે. કારણ કે તેમણે ચિકિત્સા જગતમાં આવો પહેલો મામલો જોયો છે. હૈરાનીજનક તથ્ય એ છેકે બાળકીના કાનમાં કીડીઓ હોવા છતા તેને  કોઈ દુખાવો થતો નથી. 
 
ડોક્ટરે સૂક્ષ્મદર્શી કેમરાથી કાનની તપાસ પણ કરી પણ તેમણે કાનની અંદરથી કોઈ રાણી કીડી નથી મળી જે કાનની અંદર ઈંડા આપતી હોય. ગયા ઓગસ્ટ મહિનામાં બાળકીએ કાનમાં ખંજવાળ અનુભવી. તેના પરિવારના લોકોએ તેને સ્થાનીક ઈ.એન.ટી સ્પેશ્યાલિસ્ટને બતાડવા લઈ ગયા. તેમણે બાળકીના કાનમાંથી 9-10 કીડીઓ કાઢી નાખી. 
 
2 અઠવાડિયા પછી બાળકીએ ફરી કાનમાં ખંજવાળની ફરિયાદ કરી. ઈ.એન.ટી સ્પેશ્યાલિસ્ટએ ફરી બાળકીના કાનમાથી મોટી કીડીઓ કાઢી.  ડીસા, પાટણ અને અમદાવાદના ડોક્ટરોને પણ બાળકીને બતાવાઈ પણ કોઈ ડોક્ટર બાળકીના કાનમાંથી કીડીઓ નીકળવાનુ કારણ બતાવી શક્યા નથી.